આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

0અટલ સમાચાર, પાટણ

કોરોના વાયરસને લઇ રાજ્યના છ જેટલા જીલ્લામાં હોટસ્પોટ જાહેર કરવામાં આવેલા છે. જેમાં પાટણ જીલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યા બાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કોરોના હોટસ્પોટના થપ્પાને લઇ મુશ્કેલી પડતી હોઇ તેને દૂર કરવા ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે, પાટણ કરતા અન્ય જીલ્લામાં કોરોનાના વધુ કેસ નોંધાયેલા હોવા છતાં તેવા જીલ્લાઓને હોટસ્પોટ જાહેર કરવામાં નથી આવ્યા. ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી જીલ્લાના સિધ્ધપુર તાલુકા સિવાયના તમામ તાલુકાને હોટસ્પોટ વિસ્તારમાંથી મુક્ત કરવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી અને જીલ્લાને હોટસ્પોટ એરિયામાંથી રદ્દ કરવા માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યુ છે કે, જીલ્લામાં માત્ર સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામની અંદર એક જ પરિવારના ૧૪ જેટલ કોરોનાના કેસ નોંધાયા હતા. પરંતુ પાટ કલેક્ટર, પોલીસ અધિક્ષકના સુચારૂ વહીવટ અને ધારપુર હોસ્પિટલના ડીન ગોસ્વામી અને ડો.મેહુલની ટીમ તથા આરોગ્યની ટીમની મહેનતથી અત્યાર સુધી ૧૧ દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ ગયેલ છે. આ સાથે જીલ્લામાં અન્ય કોઇ જગ્યાએ સંક્રમણ પણ થયેલ નથી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે,પાટણ જીલ્લામાં વેપારીઓ અને લોકો પણ લોકડાઉનની પુરેપુરો સહયોગ આપી રહ્યા છે. આ સાથે સેવાભાવી સંસ્થાઓ પણ સેવાઓ આપી રહી છે. જેના લીધે સિધ્ધપુર તાલુકાના એકમાત્ર નેદ્રા સિવાય કોઇ જગ્યાએ કોરોના સંક્રમિત થયેલ નથી. ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લો પછાત, બક્ષીપંચ, મધ્યમ અને નાના વેપારીઓ અને દરરોજ મજૂરી કરી ગુજરાત ચલાવતા લોકોનો જીલ્લો છે. જોકે લોકડાઉનને કારણે વેપારીઓ, નાના ઉધોગો, ખેડૂતો અને પ્રજાને મોટું આર્થિક નુકશાન પણ થયેલ છે. આ તમામ બાબતોને લઇ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી જીલ્લાના સિધ્ધપુર તાલુકા સિવાયના તમામ તાલુકાને હોટસ્પોટ વિસ્તારમાંથી મુક્ત કરવા માંગ કરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code