આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

લોકડાઉન વચ્ચે ઓરેન્જ ઝોન પાટણમાં સાંજે ૭ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા બાબતે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયુ છે કે, ગત દિવસોએ તંત્ર દ્રારા વેપારીઓ સાથે મીટીંગ કરી સાંજે સાત વાગ્યા સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દુકાનો ખુલ્લી રાખવા મંજુરી આપી હતી. જોકે પાલિકા પ્રમુખે મિડીયા સામે જણાવ્યુ છે કે, ૭ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેતાં કોરોના સંક્રમણ ફેલાવાનો ભય વધી ગયો છે. જેથી પાલિકા દ્રારા બપોર પછી બજારો બંધ રાખવા ઠરાવ કરવાની તજવીજ હાથ ધરી છે. આ તરફ કોંગ્રેસના એક પણ સભ્ય આ ઠરાવ કરવા સંમત ન હોવાથી ધારાસભ્યે પત્ર લખી સાંજે સાત વાગ્યા સુધી બજારો ખુલ્લી રાખવાનો નિર્ણય યથાવત રાખવા જણાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં કોરોનાના કેસને લઇ ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવેલુ છે. કેન્દ્ર સરકારે પણ ઓરેન્જ ઝોનમાં દુકાનો ખોલવાની મંજુરી આપેલ છે. જેને લઇ પાટણમાં સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે હવે પાટણ પાલિકા પ્રમુખે વિરોધ નોંધાવ્યો છે કે, સાંજે ૭ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેતા કોરોના સંક્રમણનો ભય વધી ગયો છે. જેથી પાલિકા દ્રારા બપોર પછી બજાર બંધ રાખવા ઠરાવ કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાથી પાટણ ધારાસભ્યે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, વિશ્વના મોટાભાગના વિકસીત દેશોએ પણ પોતાના દેશમાં લોકડાઉન જાહેર કરેલ નથી. માત્ર શાળા કોલેજો બંધ રાખેલ છે.

ધારાસભ્ય કીરીટ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રાંત ઓફિસરે તા.4-5-2020ના રોજ વેપારીઓની મિટીંગ બોલાવી હતી. જેમાં એક વેપારીએ ઓતરા દિવસે કે બપોર સુધી દુકાનો ખુલ્લી રાખવા સુચન કર્યુ હતુ. જોકે મોટાભાગના વેપારીઓએ સંમતિ નહિ આપતા પ્રાંત અધિકારીએ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ આવી કોઇ સુચના આપવાની ના પાડી હતી. આ સાથે વેપારીઓને ૭ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા સ્પષ્ટ જણાવ્યુ હતુ. ત્યાર બાદ 5-5-2020 રોજ ધારાસભ્યએ વેપારી એશોસીએશનના હોદ્દેદારોએ સાથે વેપારીઓને મળી સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા અને સોશિયલ ડીસ્ટનસીંગ સાચવવા અપીલ કરતા વેપારીઓ સંમત થયા હતા.

વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, નગરપાલિકાના પ્રમુખે વહીવટીતંત્રમાં દુર-દેશીપણાનો અભાવ હોવાથી 7 વાગ્યા સુધી છુટછાટ આપતાં કોરોનાનો સંક્રમણનો ભય વધી ગયો હોવાનું મિડીયા સમક્ષ કહ્યુ હતુ. આ સાથે પાલિકાના ચુંટાયેલા તમામ સભ્યો ઠરાવ કરીને બપોર પછી બજારબંધ રાખવા સંમતિ આપશે પરંતુ કોગ્રેસના એક પણ સભ્ય આવુ ગેરકાયદેસર અને વેપારીઓના હિત વિરૂધ્ધ ઠરાવ કરવા સંમત નથી તેવુ પત્રમાં જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, સરકારે સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા જે નિર્ણય લીધેલ છે તે યોગ્ય છે. જો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવે તો શહેરના લોકો બપોર પછી ખરીદી કરવા આવે અને ગામડાના લોકો સવારે ખરીદી કરવા આવે તો છે તો બજારમાં ભીડ થશે નહી અને સોશિયલ ડીન્સીંગ પણ સચવાશે. જો બપોરે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવે તો શહેર માં ભીડ વધી જશે. તેથી સંક્રમણની શક્યતા પણ વધી જશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code