આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુરના ધારાસભ્યએ આજે વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી હતી. ધારાસભ્યએ સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રેમડેસિવિર ઇન્જેક્શન અને અન્ય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આ સાથે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 લાખ રાધનપુર રેફરલ હોસ્પિટલ અને 10 લાખ સાંતલપુર-વારાહી C.H.Cને ફાળવવા આયોજન અધિકારીને પત્ર લખ્યો છે. આ સાથે સાંતલપુર તાલુકાના 24 ગામોની સ્થિતિ અત્યંત ખરાબ હોવાનું કહી સાંતલપુર અને વારાહીમાં કોવિડ સેન્ટર શરૂ કરવા માટે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર પંથકમાં પણ કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આ તરફ આજે પ્રાંત કચેરી, રાધનપુર ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ. જેમાં ડી.બી.ટાંક (નાયબ કલેકટર, રાધનપુર), તાલુકા આરોગ્ય અધિકારી, મહેશભાઈ ઠકકર(પ્રમુખ, નગરપાલિકા રાધનપુર) સહિત ધારાસભ્ય રઘુભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા.

જેમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું રજીસ્ટ્રેશન રેફરલ હોસ્પિટલ, રાધનપુર ખાતે ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ સાથે સાંતલપુર,રાધનપુર સમી તાલુકાના C.H.C, P.H.C અને રેફરલ હોસ્પિટલમાં આરોગ્યની સુવિધાઓ વધારવા માટેની અને ઓક્સિજન, રેમડેસિવિરના ઇન્જેક્શનનો પૂરતા પ્રમાણમાં મળી તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ધારાસભ્યએ રેફરલ હોસ્પિટલ, રાધનપુર માટે ધારાસભ્ય ફંડમાંથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા જીલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો. આ સાથે ધારાસભ્ય રઘુભાઇ દેસાઇએ સવારે વારાહી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત કરી.

જ્યાં સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રેમડેસિવિર ઇન્જેક્શન અને અન્ય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આ સાથે C.H.C સાંતલપુર અને C.H.C વારાહીને ધારાસભ્ય ફંડમાંથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code