ધારાસભ્ય@થરાદ: ધોધમાર વરસાદની રાહ વચ્ચે કેનાલમાં પાણી છોડવા માંગ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લાની સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ચોમાસા દરમ્યાન ધોધમાર વરસાદની રાહ વચ્ચે કેનાલમાં પાણી છોડવા માંગ કરવામાં આવી છે. અગાઉ માત્ર 1 મહિનો જ સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. પરંતુ ખેડૂતોને કૃષિપાક માટે પાણીની તાતી જરૂરીયાત હોઇ નિયમિત પાણી છોડવા માંગ થઇ
 
ધારાસભ્ય@થરાદ: ધોધમાર વરસાદની રાહ વચ્ચે કેનાલમાં પાણી છોડવા માંગ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લાની સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ચોમાસા દરમ્યાન ધોધમાર વરસાદની રાહ વચ્ચે કેનાલમાં પાણી છોડવા માંગ કરવામાં આવી છે. અગાઉ માત્ર 1 મહિનો જ સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. પરંતુ ખેડૂતોને કૃષિપાક માટે પાણીની તાતી જરૂરીયાત હોઇ નિયમિત પાણી છોડવા માંગ થઇ છે. આ તરફ કોરોનાના કહેર વચ્ચે ખેડૂતોને આંદોલન ના કરવુ પડે તે માટે સત્વરે કેનાલમાં પાણી છોડવા ભલામણ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પાણી મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખરીફ સીઝનમાં વાવેતરની શરૂઆત વચ્ચે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવા ધારાસભ્યએ માંગ કરી છે. જેમાં જીલ્લામાંથી પસાર થતી સુજલામ-સુફલામ કેનાલમાં સરકાર દ્રારા માત્ર 1 માસ પાણી છોડ્યા બાદ અચાનક પાણી બંધ કરી સરકારે જિલ્લાના ખેડૂતો સાથે ક્રૂર મજાક કરી હોવાની વાત કરી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જિલ્લાના આતરિયાળ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવે તે હેતુથી લોકોની સોનેરી જમીન સંપાદન કરવામાં આવેલ છે. પરંતુ સુજલામ-સુફલામ કેનાલમાં આજદિન સુધી નિયમિત પાણી છોડવામાં આવતું ના હોઈ સરકાર ખેડૂતોને આપેલ વચનો ભૂલી રહી હોવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે. આ સાથે કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતોને આંદોલન કરવા મજબુર ના કરતા સત્વરે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ભલામણ ધારાસભ્યએ કરી છે.