આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઉંઝા વિધાનસભાના ભાજપી ધારાસભ્ય આશા પટેલ હવે તબકકાવાર સરકારના લાઇમલાઇટમાં આવી રહયા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત લેતા રાજકીય અટકળો વધી ગઇ છે. આશા પટેલની ભાજપના ધારાસભ્ય તરીકે જીત બાદ આજની મુલાકાત આગામી દિવસોએ મહત્વની સાબિત થઇ શકે કે નહી તેની ઉપર ચર્ચા વધી છે. જોકે, આગામી દિવસોએ સંભવત્ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો જવાબદારી મળી શકે.

નારણભાઇ પટેલ વયસ્ક થતાં ઉંઝા પંથકમાં ભાજપને રાજકીય વ્યુહરચનાથી નવિન ચહેરો મળી ગયો છે. આશા પટેલે ભાજપમાં જોડાયા બાદ ધારાસભ્ય તરીકે જીત મેળવતા રાજય સરકારમાં ઉભરી આવવા મથી રહયા છે. આ દરમ્યાન જીત બાદ મંગળવારે મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરી હતી. એકબીજાનું મોં મીઠું કરતા આગામી દિવસોએ મંત્રીમંડળમાં પ્રવેશ કરશે કે અન્ય કોઇ જવાબદારી મળશે તેના ઉપર ઉત્તર ગુજરાતમાં અટકળો વધી ગઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભાજપમાં જોડાતાની સાથે આશા પટેલને ઉંઝા વિધાનસભાની ટીકિટ મળવી, ત્યારબાદ જીત મેળવવી, ઉંઝા ગંજબજારમાં પોતાના સમર્થકોને જીત મળવી તે સહિતની તબકકાવાર ગતિવિધિથી રૂપાણી અને નિતિન પટેલની વધુ નજીક આવી ગયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code