ધારાસભ્ય@વાવ: કોરોનાકાળ વચ્ચે કેનાલોમાં પાણી ચાલુ રાખવા નાયબ મુખ્યમંત્રીને પત્ર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોના કહેર વચ્ચે વાવ ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને કેનાલોમાં પાણી ચાલુ રાખવા પત્ર લખ્યો છે. ધારાસભ્યના પત્ર મુજબ વાવ પંથકમાં મોટાભાગના ખેડૂતો કોરોના સંક્રમણથી બચવા ખેતરમાં જ રહીને ખેતી કરી છે. જોકે વર્તમાન પરીસ્થિતિ વચ્ચે હાલ કેનાલ રીપેરીંગકે અન્ય કારણે બંધ હોઇ તાત્કાલિક અસરથી ચાલુ કરી તા.30/05/2021 સુધી કેનાલમાં પાણી ચાલુ
 
ધારાસભ્ય@વાવ: કોરોનાકાળ વચ્ચે કેનાલોમાં પાણી ચાલુ રાખવા નાયબ મુખ્યમંત્રીને પત્ર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના કહેર વચ્ચે વાવ ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને કેનાલોમાં પાણી ચાલુ રાખવા પત્ર લખ્યો છે. ધારાસભ્યના પત્ર મુજબ વાવ પંથકમાં મોટાભાગના ખેડૂતો કોરોના સંક્રમણથી બચવા ખેતરમાં જ રહીને ખેતી કરી છે. જોકે વર્તમાન પરીસ્થિતિ વચ્ચે હાલ કેનાલ રીપેરીંગકે અન્ય કારણે બંધ હોઇ તાત્કાલિક અસરથી ચાલુ કરી તા.30/05/2021 સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વાવ વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખી કેનાલમાં પાણી ચાલુ રાખવા રજૂઆત કરી છે. જે મુજબ નર્મદાની માઇનોરથી બ્રાન્ચ કેનાલો રીપેરીંગ કે અન્ય કામો માટે હાલ બંધ હોઇ તાત્કાલિક તેમાં પાણી છોડવા માંગ કરી છે. જેથી ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી વાવેતર કર્યુ હોઇ અને વાવેતર કરવાના હોય તેવા ખેડૂતોને લાભ મળી શકે તે માટે રજૂઆત કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વાવ પંથકમાં કોરોના કેસો પણ વધી રહ્યાં હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ તરફ હવે વાવ ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક અસરથી કેનાલોમાં પાણી છોડી તે પાણી તા.30/05/2021 સુધી ચાલુ રાખવા માંગ કરી છે. આ સાથે નર્મદા વિભાગને સુચના આપી 6 બ્રાન્ચ કેનાલો ચાલુ રાખવા નાયબ મુખ્યમંત્રીને લખેલાં પત્રમાં જણાવ્યુ છે.

ધારાસભ્ય@વાવ: કોરોનાકાળ વચ્ચે કેનાલોમાં પાણી ચાલુ રાખવા નાયબ મુખ્યમંત્રીને પત્ર