ધારાસભ્ય@વાવ: માવઠાથી પંથકમાં ભારે નુકશાની, વળતર આપવા રજૂઆત

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) કોરોનાના કહેર વચ્ચે ગઇકાલે સાંજે વાવ, સુઇગામ, ભાભર સહિત બનાસકાંઠા જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. અચાનક ભરઉનાળે આવેલા માવઠાંથી ખેડૂતોને કૃષિપાક સહિત તબેલાઓમાં પણ ભારે નુકશાન થયુ છે. જેને લઇ સ્થાનિક ધારાસભ્યએ બનાસકાંઠા કલેક્ટરને પત્ર લખી અને નુકશાનનું વળતર આપવા રજૂઆત કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
ધારાસભ્ય@વાવ: માવઠાથી પંથકમાં ભારે નુકશાની, વળતર આપવા રજૂઆત

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોનાના કહેર વચ્ચે ગઇકાલે સાંજે વાવ, સુઇગામ, ભાભર સહિત બનાસકાંઠા જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. અચાનક ભરઉનાળે આવેલા માવઠાંથી ખેડૂતોને કૃષિપાક સહિત તબેલાઓમાં પણ ભારે નુકશાન થયુ છે. જેને લઇ સ્થાનિક ધારાસભ્યએ બનાસકાંઠા કલેક્ટરને પત્ર લખી અને નુકશાનનું વળતર આપવા રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધારાસભ્ય@વાવ: માવઠાથી પંથકમાં ભારે નુકશાની, વળતર આપવા રજૂઆત

બનાસકાંઠા જીલ્લાના વાવ, ભાભર અને સુઇગામ પંથકમાં ગત મોડીસાંજે ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. અચાનક આવેલા વાવઝોડાથી પંથકના ખેડૂતોને ભારે નુકશાન થયુ હતુ. જેમાં અમુક ગામોમાં ખેડૂતોના તબેલાના પતરાં ઉડી ગયા હતા. તો ક્યાંક મહામહેનતે તૈયાર કરેલ કૃષિપાક તબાહ થઇ ગયો હતો. જોકે સમગ્ર મામલે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કલેક્ટરને પત્ર લખી ખેડૂતોને નુકશાનું વળતર આપવા માંગ કરી છે.

ધારાસભ્ય@વાવ: માવઠાથી પંથકમાં ભારે નુકશાની, વળતર આપવા રજૂઆત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા દોઢ મહિનાથી કોરોના વાયરસને કારણે લોકડાઉન હોવાથી ખેડૂતો સહિત લોકો આર્થિક મુંઝવણ અનુભવી રહ્યા છે. ગેનીબેન ઠાકોરે પત્રમાં જણાવ્યુ છે કે, ગરીબ અને મધ્યમવર્ગ બેહદ મુશ્કેલી અનુભવી રહ્યો છે. આવા સંજોગોમાં જે તે ગામોનું સર્વે કરી જેને જે નુકશાન થયુ હોય તે પ્રમાણે સહાથ ચુકવવા ભલામણ કરી છે.