આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

પાટડી તાલુકામાં મનરેગા હેઠળ આંગણવાડી બનાવવાના કથિત કૌભાંડમાં કર્મચારીઓ જવાબદારી એકબીજા ઉપર ઢોળી રહ્યા છે. ક્રોસચેકીંગની જવાબદારી સહિતના મામલે તલાટીથી લઈ તાલુકા પંચાયત સુધીના કર્મચારીઓ હાથ અધ્ધર કરી રહ્યા છે. સમગ્ર મામલે ટીડીઓ તપાસ કરવા નિષ્ક્રિય હોવાનું પણ સામે આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સુરેલ ગામે મનરેગા હેઠળ આંગણવાડી બનાવવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતે નજીકના ગામના એક કોન્ટ્રાક્ટર પાસેથી મટીરીયલ લીધું હતું. જોકે મટીરીયલ પૂરું પાડનારે લેબરો પણ પોતાના ગોઠવી પેટા કોન્ટ્રાક્ટ હેઠળ કામ આપ્યું હતું.

આ તરફ શ્રમિકો તરીકે ગામના 7 જોબકાર્ડધારકોએ કામ કર્યું હોવાનું કાગળ ઉપર અને ઓનલાઇન બતાવી દેવાયું છે. મનરેગાની ટીમના બે કર્મચારીઓએ ચુકવણીથી લઈ તપાસમાં પોતાની મર્યાદિત ભૂમિકા હોવાનું કહી હાથ અધ્ધર કર્યા છે.

જ્યારે ગામના તત્કાલિન તલાટી કમ મંત્રી હિતેશ પુરોહિતે જણાવ્યું હતું કે મારી નિમણૂક અગાઉ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હતું. મને ખબર નથી કે કોણે કામ કર્યું છે કે નહીં. અમારી સહી ન હોય છતાં લેવાય છે. પત્રકમાં જોબ કાર્ડધારકોની હાજરી અંગે કંઈ જ ખબર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code