બનાસકાંઠાના ભાકડીયાલ ગામે સેમસંગ કંપનીનો મોબાઇલ ફાટતા ઘરને મોટુ નુકશાન: સદનસીબે જાનહાનિ ટળી

અટલ સમાચાર,ડીસા આજકાલ ટેકનોલોજીના જમાનામાં દરેક વ્યક્તિ પાસે પોતાનો ફોન છે, પરંતુ આ ફોન જ જ્યારે તમારા પતનનું કારણ બને તો કેવી સ્થિતિ ઉદ્દભવે તે તો જેણે અનુભવ્યું હોય તેને જ ખબર પડે.આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે અલગ અલગ કંપનીના સ્માર્ટફોન ચાર્જિગ વખતે બ્લાસ્ટ થયા છે, અને તેમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો
 
બનાસકાંઠાના ભાકડીયાલ ગામે સેમસંગ કંપનીનો મોબાઇલ ફાટતા ઘરને મોટુ નુકશાન: સદનસીબે જાનહાનિ ટળી

અટલ સમાચાર,ડીસા

આજકાલ ટેકનોલોજીના જમાનામાં દરેક વ્યક્તિ પાસે પોતાનો ફોન છે, પરંતુ આ ફોન જ જ્યારે તમારા પતનનું કારણ બને તો કેવી સ્થિતિ ઉદ્દભવે તે તો જેણે અનુભવ્યું હોય તેને જ ખબર પડે.આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે અલગ અલગ કંપનીના સ્માર્ટફોન ચાર્જિગ વખતે બ્લાસ્ટ થયા છે, અને તેમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અથવા તો નાની મોટી ઇજાઓ પણ પહોંચી છે. આવો એક કિસ્સો બનાસકાંઠાના લાખણીના ભાકડીયાલ ગામે બન્યો છે.

મળતી માહિતી બનાસકાંઠાના ભાકડીયાલ ગામે સેમસંગ કંપનીનો મોબાઇલ ફાટતા ઘરને મોટુ નુકશાન: સદનસીબે જાનહાનિ ટળીઅનુસાર, બનાસકાંઠાના લાખણીના ભાકડીયાલ ગામે સેમસંગ કંપનીનો સ્માર્ટફોન ઘરમાં ચાર્જ માટે રાખવામાં આવ્યો હતો, તે વખતે કોઇ કારણસર મોબાઇલમાં ધડાકાભેર અવાજની સાથે મોબાઇલ સળગવા લાગ્યો હતો. મોબાઇલનો બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, ઘરમાં મોટું નુકસાન કરી મૂક્યું હતું.

લાખણીના ભાકડીયાલ ગામે સેમસંગનો મોબાઇલ ફાટતા સ્થાનિકોમાં અને સેમસંગનો મોબાઇલ વાપરતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહયુ છે.

બનાસકાંઠાના ભાકડીયાલ ગામે સેમસંગ કંપનીનો મોબાઇલ ફાટતા ઘરને મોટુ નુકશાન: સદનસીબે જાનહાનિ ટળી
જે ઘરમાં બ્લાસ્ટ થયો તેનો ફોટો

સમગ્ર બનાવને ધ્યાનમાં રાખી અટલ સમાચાર સર્વે સ્માર્ટફોન વાપરનારાઓને અપીલ કરે છે કે, આપનો ફોન ચાર્જિંગમા હોય ત્યારે ફોન પર વાત કરવાનું ટાળો તેમજ ચાર્જિંગના સમયે મોબાઇલનો ઉપયોગ ટાળવો આપના માટે હિતવાહ રહેશ.