શાળા-કોલેજમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ મુદ્દે સરકાર આક્રમક

અટલ સમાચાર,ગાંધીનગર ગુજરાત સરકારે ફરી એકવાર એલાન કર્યું છે કે સ્કૂલ તેમજ કોલેજમાં વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન લઈ જઈ નહીં શકે. એટલું જ નહીં સ્કૂલ કોલેજમાં મોબાઇલ ફોન લઈ જવા પર સ્કૂલ સંચાલકોને કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે.મોબાઇલ પર પ્રતિબંધ મૂકતાની સાથે સરકારે દરેક સ્કૂલમાં લેન્ડલાઇન ફોનની વ્યવસ્થા કરવાનો પણ આદેશ કર્યો છે. આથી હવે વાલીઓ
 
શાળા-કોલેજમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ મુદ્દે સરકાર આક્રમક

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાત સરકારે ફરી એકવાર એલાન કર્યું છે કે સ્કૂલ તેમજ કોલેજમાં વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન લઈ જઈ નહીં શકે. એટલું જ નહીં સ્કૂલ કોલેજમાં મોબાઇલ ફોન લઈ જવા પર સ્કૂલ સંચાલકોને કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે.મોબાઇલ પર પ્રતિબંધ મૂકતાની સાથે સરકારે દરેક સ્કૂલમાં લેન્ડલાઇન ફોનની વ્યવસ્થા કરવાનો પણ આદેશ કર્યો છે. આથી હવે વાલીઓ વિદ્યાર્થીનો સંપર્ક લેન્ડલાઇન નંબર ઉપર કરી શકશે. લેન્ડલાઇન નંબર પર આવતા સંદેશા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જવાબદારી સ્કૂલની રહેશે.

સ્કૂલોમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાથી વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક કાર્યમાં વધારે ધ્યાન આપી શકશે તેવું રાજ્ય સરકાર માની રહી છે. જોકે, બીજી તરફ નાના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ તરફથી સુરક્ષાને ધ્યાનમાં લઈને મોબાઇલ આપવામાં આવતો હોવાથી તેઓ આ નિર્ણયનો વિરોધ કરી શકે છે. એટલું જ નહીં કોલેજમાં મોબાઇલ પ્રતિબંધનો વિરોધ થવાની શક્યતા રહેલી છે.