સુરેન્દ્રનગર સબજેલમાંથી ફરી મોબાઇલ પકડાયો

અટલ સમાચાર, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સબજેલમાં ફરી એકવાર પ્રતિબંધીત વસ્તુ મળી આવી છે. રવિવારે જેલબંધી સમયે ૨ કેદીઓ ઝઘડતા જેલ સ્ટાફે તપાસ કરી હતી. જેમાં યોટલેટની નીકમાં પ્લાસ્ટીકની કોથળીમાંથી મોબાઇલ મળી આવતા બન્ને કેદી સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. સુરેન્દ્રનગર સબજેલમાં પ્રતિબંધીત વસ્તુઓ મળી આવવાના બનાવને થોડા સમય પહેલા ભારે ચકચાર જગાવી છે. ત્યારે રવિવારે
 
સુરેન્દ્રનગર સબજેલમાંથી ફરી મોબાઇલ પકડાયો

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સબજેલમાં ફરી એકવાર પ્રતિબંધીત વસ્તુ મળી આવી છે. રવિવારે જેલબંધી સમયે ૨ કેદીઓ ઝઘડતા જેલ સ્ટાફે તપાસ કરી હતી. જેમાં યોટલેટની નીકમાં પ્લાસ્ટીકની કોથળીમાંથી મોબાઇલ મળી આવતા બન્ને કેદી સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

સુરેન્દ્રનગર સબજેલમાં પ્રતિબંધીત વસ્તુઓ મળી આવવાના બનાવને થોડા સમય પહેલા ભારે ચકચાર જગાવી છે. ત્યારે રવિવારે બપોરના સમયે જેલ સ્ટાફ દરેક કેદીને જેલના મેદાનમાં ઉભા રાખી બંધી કરી તપાસ કરતા હતા. ત્યારે બેરેકમાં બંધી થયેલા હત્યાના ગુનામાં જેલવાસ ભોગવતા અકરમભાઇ સુભાનભાઇ અને પીન્ટુ ઉકાભાઇ ઝઘડો કરતા હોઇ જેલ સ્ટાફને શક ગયો હતો. આથી તપાસ કરતા બે સંડાસ વચ્ચે પાણીની નીકની અંદર પ્લાસ્ટીકની કોથળીમાં રાખેલો મોબાઇલ મળી આવ્યો હતો. આ મોબાઇલ અંગે પુછતા બન્ને કેદીઓ એકબીજા પર આક્ષેપ કરતા હતા. આથી જેલ સહાયક પૃથ્વીરાજસિંહ વાઘેલાએ બન્ને કેદી સામે પ્રીઝન એકટના ભંગ બદલ એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.