મોડાસા: 3 એક્ટિવા સાથે શખસો દેશી દારૂની ખેપ મારતા ઝડપાતા ચકચાર

અટલ સમાચાર,મોડાસા અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. મોડાસા તાલુકાના છારાનગર(જીવણપુર)માં દેશી દારૂ ગાળવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે. મોડાસા રૂરલ પોલીસે મરડીયા બસ સ્ટેન્ડ નજીકથી બાતમીના આધારે ત્રણ એક્ટિવા સાથે છારા નગરના ત્રણ બુટલેગરોને ૭૯૦૦ રૂપિયાના દેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મોડાસા રૂરલ
 
મોડાસા: 3 એક્ટિવા સાથે શખસો દેશી દારૂની ખેપ મારતા ઝડપાતા ચકચાર

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. મોડાસા તાલુકાના છારાનગર(જીવણપુર)માં દેશી દારૂ ગાળવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે. મોડાસા રૂરલ પોલીસે મરડીયા બસ સ્ટેન્ડ નજીકથી બાતમીના આધારે ત્રણ એક્ટિવા સાથે છારા નગરના ત્રણ બુટલેગરોને ૭૯૦૦ રૂપિયાના દેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મોડાસા: 3 એક્ટિવા સાથે શખસો દેશી દારૂની ખેપ મારતા ઝડપાતા ચકચાર

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીએસઆઈ કે. એસ. સિસોદિયાએ તેમની ટીમ સાથે મોડાસા-શામળાજી રોડ પર મરડીયા પાટિયા નજીક વાહનોનું સઘન ચેકિંગ હાથધરાતા બાતમીના આધારે ત્રણ એકટીવા મોપેડ પર દેશી દારૂની ખેપ મારતા રાજુ મોહનભાઈ છારા, રમેશ અંબારામ છારા, સજ્જુ રણજીતભાઇ છારા (ત્રણે રહે, છારા નગર, તા- મોડાસા)ને અટકાવી ત્રણે એકટિવાની ડેકીમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં સંતાડીને રાખેલો કુલ દેશી દારૂ ૩૯૫ લીટર કિં.રૂ.૭૯૦૦ તથા ત્રણ એકટિવાની કિં.રૂ.૬૫૦૦૦ મળી કુલ રૂ.૭૨૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે શખ્શો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.