આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,શામળાજી

મોડાસા રૂરલ પોલીસે ગાજણ ટોલટેક્ષ નજીકથી આઈસર ટ્રકમાં ગુપ્તાખાનામાં સંતાડેલો 4.62 લાખનો વિદેશી દારૂ ઝડપી ૨ શખ્શોને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શુક્રવારે રાત્રે,મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના એસ.એચ.શર્મા મોડાસા-શામળાજી રોડ પર ગાજણ ટોલટેક્ષ નજીક વાહનચેકીંગ હાથધર્યું હતું.

add bjp

બાતમીના આધારે શામળાજી તરફથી આવતી આઈસર ટ્રક (ગાડી. RJ 18 GB 3328 ) ને અટકાવી તપાસ કરતાં ટ્રકમાં બનાવેલું ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. તેમાં સંતાડેલી વિદેશી દારૂની બોટલ નંગ-924 કિં.રૂ.462000 ઝડપી પાડી અનિલસિંગ ધરમવીર જાટ અને વિજય ચમાર (બંને રહે, હરિયાણા) ને પકડી પાડી આઈસર ટ્રકની કિં.રૂ.10,00,000 મળી કુલ રૂ.14,62,000 નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

darda new add mehsana
Advertisement
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code