મકાન ખાતે કરવાની લાંચ લેતા ગ્રામ ગૃહનિર્માણ બોર્ડનો કર્મચારી ઝડપાયો

અટલ સમાચાર, મહેસાણા ગાંધીનગર જિલ્લામાં રહેતા અરજદારને ગ્રામ ગૃહનિર્માણ બોર્ડનું મકાન મળ્યું હતું. જેના હપ્તા ભરી દીધા બાદ દસ્તાવેજ કરવા જતાં લાચિલાં કર્મચારીએ પ્રસાદી માંગી હતી. આથી અરજદારે એસીબીનો સંપર્ક કરી રૂ. ૨૫૦૦ લેતા લાંચિયા ટેકનિકલ આસિસ્ટન્ટને પકડાવી સફળ ટ્રેપ કરાવી હતી. અરજદારને ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર હસ્તકનું એમ.આઇ.જી. ( મીડલ ઈન્કમ ગૃપ)
 
મકાન ખાતે કરવાની લાંચ લેતા ગ્રામ ગૃહનિર્માણ બોર્ડનો કર્મચારી ઝડપાયો

અટલ સમાચાર, મહેસાણા 

ગાંધીનગર જિલ્લામાં રહેતા અરજદારને ગ્રામ ગૃહનિર્માણ બોર્ડનું મકાન મળ્યું હતું. જેના હપ્તા ભરી દીધા બાદ દસ્તાવેજ કરવા જતાં લાચિલાં કર્મચારીએ પ્રસાદી માંગી હતી. આથી અરજદારે એસીબીનો સંપર્ક કરી રૂ. ૨૫૦૦ લેતા લાંચિયા ટેકનિકલ આસિસ્ટન્ટને પકડાવી સફળ ટ્રેપ કરાવી હતી.

અરજદારને ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર હસ્તકનું એમ.આઇ.જી. ( મીડલ ઈન્કમ ગૃપ) સ્કીમ વાળુ મકાન છે. જે મકાનના તમામ હપ્તા ભરી દીધા હોઈ ફેરફાર રિપોર્ટ કરી આપવાના રૂ.૨૫૦૦/- અને ત્યારબાદ દસ્તાવેજ કરી આપવાના રૂ.૫૦૦૦/- અલગથી આપવા ટેકનિકલ આસિસ્ટન્ટે જણાવ્યું હતું. જેથી અરજદારે એ.સી.બી. નો સમ્પર્ક કરતા શનિવારે યોજેલ લાંચના છટકામાં ઝડપાઇ ગયો હતો. આરોપી બળદેવભાઈ મંગળદાસ લેઉવા સબ રજીસ્ટ્રાર કચેરીની બહાર લોબીમાં, જિલ્લા સેવા સદન, મોડાસામાં રૂ.૨૫૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગયો હતો.