આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મોડાસા

મોડાસા ખાતે અખિલ ભારતીય આંજણા સમાજ રત્નોનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં અખિલ આંજણા સમાજના ભારતમાં સફળતાના શિખરો સર કર્યાં છે અને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરી છે તેવા સમાજના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન બાદ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

અરવલ્લીના મોડાસામાં કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે અખિલ ભારતીય આંજણા સમાજ રત્નોનો સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા. અખિલ ભારતીય આંજણા સમાજ,ભારતના ડીરેક્ટર નારણભાઈ.એમ.પટેલ ધ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ(વરિષ્ઠ પત્રકાર), પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી, માન.વિરજીભાઈ જુડાલ(પ્રમુખ અખિલ ભારતીય આંજણા સમાજ, ભારત) માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, બાયડના પૂર્વ ધારાસભ્ય ડૉ.મહેન્દ્રભાઈ પટેલ, કનુભાઈ પટેલ પૂર્વ ચેરમેન ગુજરાત જમીન વિકાસ બેંક,પૂ ર્વ કેબીનેટ મંત્રી દાદા મનોહર બૈરાગીજી મધ્ય પ્રદેશ,ધાનેરના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, ભવરસિંહ આંજણા, શંકરલાલ આંજણા, પરેશભાઈ પટેલ, રણછોડલાલ આંજણા, જેસીંગભાઈ ચૌધરી, મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહ, વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ, દિલીપભાઈ ચૌધરી, રાજેન્દ્રસિંહ સાખલા, વિક્રમસિંહ પટેલ, જગદીશભાઈ પટેલ, દલજીભાઈ ચૌધરી સહિત સમાજના મહાનુભાવો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code