આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મોડાસા

કોરોના વાયરસની મહામારી વચ્ચે એક તબીબનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવા છતાં તેમને માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. કલોલમાં આયુર્વેદિક ડોક્ટર તરીકે ફરજ બજાવતા અને મોડાસામાં રહેતા તબીબને શરદી-ખાંસી અને તાવની અસર જણાતા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ દરમ્યાન તબીબે રીપોર્ટ કર્યો હોવાની વાત પંથકમાં પ્રસરી જતાં લોકોએ તબીબનો રીપોર્ટ જાણવા તેમને અને પરિવારને ફોન ઉપર ફોન કરી માનસિક ત્રાસ આપતા હોવાની સ્થિતિ બની છે. જોકે તબીબનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસાના મેઘરજ રોડ ઉપર રહેતા તબીબે સાવચેતીના ભાગરૂપે કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો. જોકે આરોગ્ય તંત્રની બેદરકારીને કારણે તબીબની ઓળખ લીક થતાં તબીબ, તેની પત્નિ અને પરિવારજનો ઉપર લોકોના ફોન શરૂ થઇ ગયા છે. આ બધાની વચ્ચે તબીબ અને તેની પત્નિ લોકોના જવાબ આપવાની માનસિક પીડાથી થાકી મોબાઇલ બંધ કરી દેવાની ફરજ પડી હતી. જોકે તેમનો રીપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તબીબ અને તેના પત્નીની સતર્કતા હાલ તો તેમના માટે માનસિક ઉત્પીડન રૂપી સાબિત થયી હતી. તબીબનો કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હોવાની વાત બહાર આવતાની સાથે લોકોએ તબીબ કોણ છે અને તબીબનો રિપોર્ટ શું આવ્યો ? તે જાણવા માટે કરેલી મથામણે રીતસરનો અરવલ્લી જીલ્લાના પ્રજાજનોમાં ભયનો માહોલ સર્જાયો હતોતબીબનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તબીબ પરિવારે અને આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code