આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મોડાસા

મોડાસાના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. પત્ર લખીને કોંગ્રેસના ધારાસભ્યએ ધનસુરાના કેસરપુરના છ યુવાનોનાં મોત મામલે સહાયની માંગણી કરી છે. ધારસભ્યની માંગણી છે કે મૃતકોના પરિવારના લોકોને મુખ્યમંત્રી રાહતફંડમાંથી પાંચ પાંચ લાખની આર્થિક સહાય કરવામાં આવે. છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન દરમિયાન છ યુવાનોનાં ડૂબી જવાથી મોત થયા હતા.

swaminarayan
advertise

રાજેન્દ્રસિંહ ઠાકોરે 11મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું છે કે, “મારા મત વિસ્તારમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બિલવણિયા પંચાયતના કેસરપુરામાં વાત્રક નદીમાં ગણપતિ વિસર્જનમાં તા. 6ના રોજ કેસરપુરાના ગામના નાની વયના છ યુવાનો ડૂબી ગયા હતા.” પરિવારોની આર્થિક સ્થિતિ સારી નથી.

ધારાસભ્યએ પત્રમાં આગળ લખ્યું છે કે, “મૃતકોમાં ભાવેશ સોલંકી, અજીત સોલંકી, ગોપાલકુમાર સોલંકી, લાલભાઈ સોલંકી, કનુભાઈ સોલંકી અને યશવંતભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. આ યુવાનોના પરિવારો ખેતી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. પરિણીત મૃતકોનાં પરિવારમાં નાના બાળકો છે. આથી મૃતક યુવાનોના પરિવારજનોને પાંચ પાંચ લાખની સહાય મુખ્યમંત્રી ફંડમાંથી આપવામાં આવે.”

01 Oct 2020, 4:48 AM (GMT)

COVID-19 Global Stats

34,274,654 Total Cases
1,020,633 Death Cases
25,495,883 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code