મોડાસામાં મગફળીની ખરીદીમાં કચરાના કારણે રીજેકટ કરતા ખેડુતોનો હોબાળો

અટલ સમાચાર,મોડાસા રાજ્ય સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેમાટે મગફળી, અડદ, મગ અને તુવેરની ટેકાના ભાવે ખરીદી શરુ કરી છે. ત્યારે,મોડાસામાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર ગુરુવારે મગફળી લઈ વેચવા આવેલા કેટલાક ખેડૂતોની મગફળી રિજેક્ટ કરાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. અગાઉ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટાપાયે કૌભાંડ બહાર આવ્યા હતા. ચાલુ સાલે રાજ્ય સરકાર અને
 
મોડાસામાં મગફળીની ખરીદીમાં કચરાના કારણે રીજેકટ કરતા ખેડુતોનો હોબાળો

અટલ સમાચાર,મોડાસા

રાજ્ય સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેમાટે મગફળી, અડદ, મગ અને તુવેરની ટેકાના ભાવે ખરીદી શરુ કરી છે. ત્યારે,મોડાસામાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર ગુરુવારે મગફળી લઈ વેચવા આવેલા કેટલાક ખેડૂતોની મગફળી રિજેક્ટ કરાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

અગાઉ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટાપાયે કૌભાંડ બહાર આવ્યા હતા. ચાલુ સાલે રાજ્ય સરકાર અને નાફ્રેડના અધિકારીઓ ભારે સાવચેતી દાખવી મગફળી ખરીદી કરી રહ્યા છે. મોડાસામાં ગુરુવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર પ્રમાણે વાહનોમાં મગફળી લઈ વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પહોંચ્યા બાદ નાફેડના કર્મચારીએ મગફળીમાં કચરો હોવાથી રિજેક્ટ કરી સાફ કરી લાવવાનું કહેતા ખેડૂતોએ હોબાળો મચાવતા ખરીદી અટકી પડી હતી હોબાળા બાદ નાફ્રેડના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે સમાધાન થતા મગફળી ખરીદ પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.