આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અરવલ્લી

કમોસમી વરસાદ બાદ અરવલ્લી જિલ્લામાં થયેલ મગફળી ના પાક ને નુકશાન બાદ બચેલો પાક ટેકા ના ભાવે વેચવામાં મુશ્કેલી પડતા ખેડૂતો ઓછા ભાવે માર્કેટયાર્ડમાં વેપારીઓને મગફળી વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે. એક બાજુ રવિ સીઝનની વાવણી માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થતા ખેડૂતો માર્કેટયાર્ડમાં મગફળી વેચવા મજબુર બનતા માર્કેટયાર્ડના વેપારીઓ પણ ખેડૂતોની મજબુરીનો લાભ ઉઠાવી મણે ૨250થી 300 રૂપિયા ઓછા આપી રહ્યા છે. ખેડૂતો પાસેથી 750 થી 850 સુધી મણે ખરીદી કરતા ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

ચાલુ વર્ષે જિલ્લામાં ખેડૂતોએ મગફળીનું મબલખ વાવેતર કર્યું હતું. સારો વરસાદ થતાં સારી ઉપજ મળવાની ખેડૂતોને આશા હતી. પરંતુ કમોસમી વરસાદ થતાં મહામુલો પાક પલડી ગયો જેના કારણે ખેડૂતોને જે સારી ઉપજ મળવાની આશા હતી. એ આશા પર પાણી ફરી વળ્યાં જિલ્લા માં 14 હજાર થી વધુ હેકટર જમીન માં મગફળી સંપૂર્ણ નિષ્ફળ જવા પામી છે માંડ 20 ટકા મગફળી નો પાક બચ્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે. ત્યારે ખેડૂતો જ્યારે ટેકાના ભાવે વેચવા માટે ખરીદ કેન્દ્રમાં જાય છે ત્યારે મગફળીના છેડે ડાંડી છે. હવા વધુ છે કોઈને કોઈ બહાને ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. જેથી ટેકાના ભાવે મગફળી વેચવા નડતી કનડગત ને કારણે ખેડૂતો ઓછા ભાવે માર્કેટમાં વેપારીઓ ને મગફળી વેચવા મજબૂર બન્યા છે.

આજે મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓને ટેકા વગર મગફળી વેચવા માટે લાંબી લાંબી લાઈનો લાગી છે. લગભગ વહેલી સવારથી 300 થી વધુ ટ્રેક્ટર મગફળી લઈને ખેડૂતો મોડાસા માર્કેટયાર્ડ પહોંચ્યા છે. અને ટેકાના ભાવે નડતી મુશ્કેલીઓ અને લગ્ન સિઝન બાળકો ના અભ્યાસ વગેરે બાબતે નાણાંની જરૂરિયાત ને કારણે મણે 250 થી 300 રૂપિયા ખોટ વેઠી ને પણ મગફળી વેપારીઓ ને વેચવા વહેલી સવારથી મોડાસા માર્કેટયાર્ડ માં ખેડૂતો નો ખડકલો જોવા મળ્યો હતો.

03 Jul 2020, 7:32 AM (GMT)

COVID-19 Global Stats

11,102,991 Total Cases
526,586 Death Cases
6,217,656 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code