આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મોડાસા

મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ધણું જ ઘર્ષણ અને બબાલ થઇ હતી. જેમાં સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. ભારે ગરમા ગરમી વચ્ચે રવિવારે વરઘોડો ઘરે પાછો ફર્યો હતો. જેને લઇ સમગ્ર બનાસ ટોક ઓફ ઘ ટાઉન બન્યો હતો.

મોડાસના ખંભીસર ગામે રવિવારે વરઘોડો પરત ફર્યા બાદ સોમવારે પોલીસ પ્રોટેક્શન સાથે વરઘોડો ગયો હતો. આ મામલામાં પોલીસ અને અનુસૂચિત જાતિના યુવકનાં પરિવાર વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશનાં વરઘોડા અંગે લગ્ન પ્રસંગ પતાવીને આજે મંગળવારે 40થી વધુ પરિવારજનો સાથે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા છે. પોલીસ મથકે વરરાજાનાં વરઘોડાનાં વિવાદની અને વરરાજાનાં કાકાને પડેલા માર માટે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યાં હતાં.

સમગ્ર બનાવ અનુસાર મોડાસાના ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના લગ્નનો વરઘોડો રવિવારે બપોરે કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો હતો. તે ગામમાં આ પહેલા અનુસૂચિત જાતિના કોઈનો વરઘોડો નીકળ્યો ન હતો. જોકે વરઘોડા દરમ્યાન ગામલોકોએ ભારે વિરોધ કરતા વરઘોડો ઘરે પરત ફર્યો હતો. પરંતુ ગઇકાલે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગઇકાલે આ ઘટનામાં બે ઇજાગ્રસ્તને અમદાવાદનાં સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે લાવવામાં આવ્યાં હતાં. જેના કારણે ખંભીસર ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code