મોડાસા: MLA ધવલસિંહ ઝાલાનું મોંઢુ કાળું કરાયેલા પોસ્ટરનો ફોટો વાયરલ

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત (દશરથ ઠાકોર) ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને તેમના સાથી અને બાયડ-માલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યસભા ચૂંટણી બાદ તુરંત ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા અરવલ્લી જીલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસથી તેમના વિરુદ્ધ અનેક પોસ્ટ સોસ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ત્યારે બાયડ-ધનસુરા
 
મોડાસા: MLA ધવલસિંહ ઝાલાનું મોંઢુ કાળું કરાયેલા પોસ્ટરનો ફોટો વાયરલ

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત (દશરથ ઠાકોર)

ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને તેમના સાથી અને બાયડ-માલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યસભા ચૂંટણી બાદ તુરંત ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા અરવલ્લી જીલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસથી તેમના વિરુદ્ધ અનેક પોસ્ટ સોસ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ત્યારે બાયડ-ધનસુરા રોડ પર વાત્રક હોસ્પિટલ નજીક આવેલા વાંટડા ગામે પીક-અપ સ્ટેન્ડ પર લગાવેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ગ્રાન્ટના બોર્ડ પર અજાણ્યા શખ્શોએ કાળો કલર અને ઓઈલ રેડી મોંઢું કાળું કરી રોષ વ્યક્ત કર્યો હતો.

મોડાસા: MLA ધવલસિંહ ઝાલાનું મોંઢુ કાળું કરાયેલા પોસ્ટરનો ફોટો વાયરલ

ડેમાઈ જીલ્લા પંચાયત સીટના સદસ્ય કીર્તિ પટેલે સોશ્યલ મીડિયામાં વિધાનસભા-૨૦૧૭માં કોંગ્રેસે ટિકિટ બાયડ-માલપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરના કહેવાથી ટિકિટ ધવલસિંહ ઝાલાને ફેલાવતા આયાતી ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત વિરોધ નોંધાવ્યો હતો, એ પોસ્ટ સોશ્યલ મીડિયામાં શેર કરી હતી.

‘રાજકારણમાં ન આવવાની વાતો કરનાર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સમાજના નામે કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરી ધારાસભ્ય બનવા સમગ્ર ઠાકોર સમાજ તથા ઓ.બી.સી સમાજને છેતર્યો ત્યાર બાદ ધારાસભ્ય બની કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી કોંગ્રેસને છેતરી, જો આ બંનેમાં સાચા ઠાકોરના દિકરાનું લોહી અને તાકાત હોય તો અપક્ષ ચૂંટણી લડી બતાવે’ સહિતની પોસ્ટ થકી ચાબખા માર્યા હતા.

અરવલ્લી-રાધનપુર મત વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ બંને ધારાસભ્યો ૨૦ કરોડમાં વેચાયા સહિતની અનેક વિવાદાસ્પદ પોસ્ટ ફરતી કરી બંને ધારાસભ્યોને મત આપનાર કેટલાક કાર્યકરો વિશ્વાસઘાતની લાગણી અનુભવી રહ્યા છે.