આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ, પશુ તસ્કરી અને વિવિધ કેફી પદાર્થોની મોટાપાયે અસામાજિક તત્વો હેરાફેરી કરી રહ્યા હોવાથી પોલીસતંત્રના વડા મયુર પાટીલે ઘૂસણખોરી અટકાવવા શખ્ત સૂચના આપતા જીલ્લા પોલીસતંત્ર હરકતમાં આવી જતા અસામાજિક તત્વોમાં ભય ફેલાયો છે. મોડાસા રૂરલ પોલીસે લીંભોઇ ગામનજીક થી આઈસર ટ્રકમાં ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા ૨૬ પશુઓને ઝડપી પાડી અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા ૨ આરોપીને દબોચવામાં સફળ રહી હતી.

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એચ.શર્મા અને તેમની ટીમે બાતમીના આધારે લીંભોઇ ગામની સીમમાંથી રવિવારે રાત્રીના સુમારે રાજેન્દ્રનગરથી અમદાવાદ તરફ પશુઓ ભરેલ આઇસર ટ્રકમાં બિનઅધિકૃત રીતે વગર પાસ પરમીટે જીવિત ભેંશ નંગ-૧૧ અને પાડા નંગ-૧૫ ને મુશ્કેટાટ હાલતમાં ખીચોખીચ ભરેલા અને ઘાસચારા પાણીની વ્યવસ્થા કર્યા વગર કતલખાને લઈ જવાતા મળી આવ્યા હતા. ટ્રકમાં ભરેલ ૨૬ બાંધેલ પશુઓને પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથધરી હતી.

પોલીસે ભેંશ-પાડા નંગ-૨૬કિં.રૂ.૧૪૦૦૦૦ /- તથા મોબાઈલ નંગ-૨ કિં.રૂ.૧૦૦૦/- તથા ટ્રકની કિં.રૂ.૭૦૦૦૦૦/- મળી કુલ રૂ.૮૪૧૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ઈરફાન યુસુબ શેખ અને એઝાઝ અબ્દુલ સમદ શેખ(બંને. રહે, બહેરામ પુરા, અમદાવાદ)ધરપકડ કરી બંને શખ્શો વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનયમ અને પ્રાણી અત્યાચાર કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code