મોડાસા:વરઘોડાની પરંપરા બદલવાના સમર્થન અને વિરોધ વચ્ચે ગામમાં ભારેલો અગ્નિ
અટલ સમાચાર, મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક ખંભીસર ગામે લગ્નનાં વરઘોડાને લઇ ઉભી થયેલી ઘર્ષણની સ્થિતિ કાબૂમાં આવી છે. જોકે વરઘોડાની પરંપરા બદલવાના સમર્થન અને વિરોધમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. મોડાસા તાલુકાના ખંભીસર ગામે વર્ષોથી દલિત સમાજના લગ્નનો વરઘોડો નીકળ્યો નથી. ગઇકાલે ઘર્ષણ બાદ તબક્કાવાર મામલો થાળે પડી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું
May 13, 2019, 18:45 IST

અટલ સમાચાર, મોડાસા
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક ખંભીસર ગામે લગ્નનાં વરઘોડાને લઇ ઉભી થયેલી ઘર્ષણની સ્થિતિ કાબૂમાં આવી છે. જોકે વરઘોડાની પરંપરા બદલવાના સમર્થન અને વિરોધમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
મોડાસા તાલુકાના ખંભીસર ગામે વર્ષોથી દલિત સમાજના લગ્નનો વરઘોડો નીકળ્યો નથી. ગઇકાલે ઘર્ષણ બાદ તબક્કાવાર મામલો થાળે પડી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, દલિત સમાજના યુવકનો વરઘોડો નિકળવાનો હોવાનું જાણી અન્ય સમાજનાં લોકોમાં ભારે ચર્ચા જાગી હતી.
અગાઉ ક્યારેય અનુસુચિત જાતિનો વરઘોડો નીકળ્યો ન હોવાથી પરંપરા બદલવા દલિત પરિવારો આતુર હતા. આ તરફ અન્ય સમાજનાં લોકો પરંપરા જાળવી રાખવા ઈચ્છતા હતા. આવી સ્થિતિમાં પોલીસની હાજરીમાં ઘર્ષણ બાદ મામલો ગરમાયો છે.