મોડાસાઃ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો, ટીંટોઇના ૪ મકાનોમાં ચોરી

અટલ સમાચાર,મોડાસા મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે તસ્કરો એ એક જ રાતમાં ચાર મકાનોમાં ચોરી કરી પોલીસને ચેલેન્જ ફેંકી હોય એવું લાગી રહ્યું છે. ટીંટોઇ ગામે ભોગ બનનાર પરિવારો ગરમીને લઈને ધાબા પર મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે તસ્કરોએ ઘરના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ ઘરમાં પ્રવેશી તિજોરીમાં રહેલો સામાન વેરવિખેર કરી
 
મોડાસાઃ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો, ટીંટોઇના ૪ મકાનોમાં ચોરી

અટલ સમાચાર,મોડાસા

મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે તસ્કરો એ એક જ રાતમાં ચાર મકાનોમાં ચોરી કરી પોલીસને ચેલેન્જ ફેંકી હોય એવું લાગી રહ્યું છે. ટીંટોઇ ગામે ભોગ બનનાર પરિવારો ગરમીને લઈને ધાબા પર મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે તસ્કરોએ ઘરના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ ઘરમાં પ્રવેશી તિજોરીમાં રહેલો સામાન વેરવિખેર કરી તિજોરીની અંદર રાખેલ ઘરેણાં અને રોકડ રકમ મળી લાખ્ખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ટીંટોઇ હનુમાન મંદિર સામે પટેલ શિવુભાઈ જેઠાભાઇ પરિવાર ઘરની બાર સુઈ ગયા હતા ને ચોર મકાનના પાછળના ભાગે દરવાજો તોડી પ્રવેશ કરી તિજોરી માથી રોકડ રૂપિયાની ચોરી ઘરનો સમાન રફેદફ કરી લૂંટ ચલાવી ઇપ્રોલીયા સિકંદરભાઈ ઐયુબભાઈના ઘરમાં ૭૦,૦૦૦ રોકડા, પોસ્ટના ચાર સર્ટી, સોનાની વીંટી, ચુની, છડા., ઘાંચી મુસ્તુફાભાઈ યુસુફભાઈના ઘરમાંથી ૧૨,૦૦૦ રૂપિયા રોકડાં સોનાની બે બુટ્ટી, ચાંદીની લગડી, ચાર જોડ છડા, ચુની ૫ નંગ , આદમ કાદરભાઈ ઇબ્રાઇભાઈ ઘરમાં પ્રવેશી ૬૭ હજાર રોકડ સહીત સોના ચાંદીના દાગીના મળી અંદાજે ૧ લાખ રૂપિયાની લૂંટની ઘટનાને અંજામ અપાતા લૂંટની ઘટનાનો ભોગ બનેલા ૪ પરિવારો પર આભ તૂટી પડ્યું હતું.

ટીંટોઈ ગામમાં એકજ રાત્રિમાં ૪ મકાનોમાં ઘરફોડિયાઓએ ચોરી કરી લાખ્ખો રૂપિયાની લૂંટ ચલાવતા મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.