આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મોડાસા

મોડાસાના સરડોઇ ગામના ચામુંડા માતાજી મંદિર વિસ્તારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ છે. આગની જવાળાઓ ઘડીભરમાં નજીકના જંગલ વિસ્તારમાં ફેલાઇ જતા શ્રધ્ધાળુઓ સાથે જંગલ આલમના કર્મચારીઓ પણ હરકતમાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર ફાઇટર બોલાવી આગ ઉપર કાબુ મેળવવા મથામણ શરૂ કરવામાં આવી છે.
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સરડોઇ ગામ પાસેના ડુંગરોમાં અચાનક આગ લાગી ગઇ છે. જંગલ નજીક જ ચામુંડા માતાજીનું મંદીર આવેલું હોવાથી નાસભાગ મચી ગઇ છે. આગ અંદાજે 500 મીટરના જંગલ વિસ્તારોમાં લાગી જતા ભયાનક સ્વરૂપ ધારણ કર્યુ છે. જેના કારણે મંદીરમાં દર્શનાર્થે આવેલા અનેક શ્રદ્ધાળુ ફસાઇ ગયાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, કોઇ જાનહાની થયાનું બહાર આવ્યું નથી. આ તરફ ફાયર ફાયટર બોલાવી આગ ઉપર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જયારે વનવિભાગના કર્મચારીઓ પણ જંગલમાં આગની ઘટનાને પગલે હરકતમાં આવ્યા છે. જંગલ વિસ્તાર નજીક કેટલાક ગામ પણ આવેલા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ બન્યુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code