આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા આરટીઓ પાસેથી SOGની ટીમે છેલ્લા સાતેક વર્ષથી નાસતાં ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. અરવલ્લી SOGની ટીમ નાસતાં ફરતાં ઇસમોએ ઝડપી લેવાની કવાયતમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન અકસ્માતના ગુનામાં છેલ્લાં સાતેક વર્ષથી નાસતો ફરતો ઇસમ હાલ આરટીઓ ખાતે હોવાની બાતમી મળી હતી. જેથી તાત્કાલિક SOGની ટીમે સ્થળ પર પહોંચી ઇસમને કોર્ડન કરી સીઆરપીસી મુજબ અટક કરછ વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી SP સંજય ખરાતે જીલ્લામાં નાસતાં-ફરતાં ઇસમોને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને SOG PI જે.પી.ભરવાડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, વીંછીંવાડા પોલીસ મથકે નોંધાયેલા અકસ્માતના ગુનામાં છેલ્લાં સાતેક વર્ષથી નાસતો ફરતો આરોપી હાલ મોડાસા આરટીઓ ખાતે છે. જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇસમની સીઆરપીસીની કલમ 41(1) I મુજબ અટક કરી વીંછીવાડા પોલીસને સુપ્રત કર્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code