મોડાસા: મેધરાજાને રીઝવવા મહિલા મંડળે વરૂણદેવને પ્રાર્થના કરી

અટલ સમાચાર, મોડાસા મોડાસાના ઉમેદપુર દધાલીયા ગામે સ્વયંભુ ખંડુજી મહાદેવના શિવલિંગને મેઘરાજાને રીઝવવા માટે પાણીમાં ડૂબાડવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથને રીઝવવા સવારથી જ પાણીનો મારો ચલાવ્યો હતો અને આખા શિવલિંગને પાણીમાં ડુબાડી દેવામાં આવ્યું હતું. શિવજીને રીઝવવા મહિલા મંડળે વરૂણદેવને પ્રાર્થના કરી હતી. અરવલ્લી-સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા મૌલાત મુરઝાતા કૃષિક્ષેત્રે ભારે મુંઝવણભરી સ્થિતિ
 
મોડાસા: મેધરાજાને રીઝવવા મહિલા મંડળે વરૂણદેવને પ્રાર્થના કરી

અટલ સમાચાર, મોડાસા

મોડાસાના ઉમેદપુર દધાલીયા ગામે સ્વયંભુ ખંડુજી મહાદેવના શિવલિંગને મેઘરાજાને રીઝવવા માટે પાણીમાં ડૂબાડવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથને રીઝવવા સવારથી જ પાણીનો મારો ચલાવ્યો હતો અને આખા શિવલિંગને પાણીમાં ડુબાડી દેવામાં આવ્યું હતું. શિવજીને રીઝવવા મહિલા મંડળે વરૂણદેવને પ્રાર્થના કરી હતી.

અરવલ્લી-સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા મૌલાત મુરઝાતા કૃષિક્ષેત્રે ભારે મુંઝવણભરી સ્થિતિ સર્જાઈ છે ખેડૂતોની હાલત દયનિય બની છે. અસહ્ય ગરમી અને બફારાથી લોકો અકળાઈ ગયા છે. રાજ્યભરમાં પ્રજાજનો વરસાદ માટે લોકો ભગવાનની કૃપા મેળવવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે. મોડાસા તાલુકામાં ઉમેદપુર-દધાલિયાના ગ્રામજનોએ ખંડુંજી શિવ મંદિરેશિવલિંગને પાણીમાં ડુબાડ્યુંહતું અને ભગવાન ભોળાનાથને રીઝવવા સવારથી જ પાણીનો મારો ચલાવ્યો હતો. આખું શિવલિંગ ડુબાડી દેવામાં આવ્યું હતું.

વરસાદ ખેંચાતા વાવેતર મુરઝાવવાની ખેડૂતોને ચિંતા વધી છે ત્યારે મેઘરાજાની પધરામણી માટે અવનવા ઉપાયોના ભાગરૂપે પ્રાર્થનાઓ થઈ રહી છે. વરુણદેવને રીઝવવા ખેડૂતો-પશુપાલકોએ પ્રાર્થનાનો સહારો લીધો લીધો છે. જોકે આગામી સમય જ બતાવશે કે ખેડૂતોનું આ વર્ષ કેવું રહેશે.