આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મોડાસા

મોડાસા તાલુકામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ટ્રક અને ટેમ્પો વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે મોડાસા ટાઉન પોલીસે બનાવની નોંધ કરીને તપાસ આદરી છે. ટ્ર્ક સાથે અકસ્માત બાદ ટેમ્પોની કેબિન કચડાઈ ગઈ હતી.

બનાવની વિગતો જોઈએ તો મોડાસા તાલુકાના હજીરા વિસ્તારમાં પવન ઓટો સામે મોડી રાત્રે એક ટ્રક અને ટેમ્પો ધડાકાભેર અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોમાં સવાર બે લોકોનાં મોત થઈ ગયા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code