મોડાસા: યુવતિને ન્યાય અપાવવા આ બોલિવૂડ એક્ટરે ટ્વીટ કરી શુ કહ્યું ?

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) મોડાસામાં દલિત સમાજની દીકરી પર થયેલા અત્યાચારની ઘટના છેલ્લા કેટલાક સમયથી ગાજી રહી છે. ગુમ યુવતિની લાશ મળી મળ્યા બાદ અને ભારે હોબાળાને અંતે સમાજના લોકો સાથે વાટાઘાટો કરી મૃતક યુવતિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે પરિવારજનો સહિત સમાજના લોકો હાલ પણ લાલઘૂમ બની અને ન્યાયની માંગણી કરી રહ્યા
 
મોડાસા: યુવતિને ન્યાય અપાવવા આ બોલિવૂડ એક્ટરે ટ્વીટ કરી શુ કહ્યું ?

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મોડાસામાં દલિત સમાજની દીકરી પર થયેલા અત્યાચારની ઘટના છેલ્લા કેટલાક સમયથી ગાજી રહી છે. ગુમ યુવતિની લાશ મળી મળ્યા બાદ અને ભારે હોબાળાને અંતે સમાજના લોકો સાથે વાટાઘાટો કરી મૃતક યુવતિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે પરિવારજનો સહિત સમાજના લોકો હાલ પણ લાલઘૂમ બની અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. જેને લઇ બોલીવૂડ એક્ટર રિતેશ દેશમુખે સણસણતું ટ્વીટ કર્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામેથી ગુમ યુવતિની લાશ મળી આવી હતી. રવિવારે સવારે ઝાડ પર લટકતી હાલતમાં લાશને ઉતારવામાં આવી હતી, પરંતુ તેની અંતિમક્રિયા કરાઈ ન હતી. અમદાવાદ ખાતે મંગળવારે રાત્રે લાશ ખસેડાઈ હતી અને બુધવારે ફોરેન્સિક પીએમ કરાયું હતું. આખરે તેના માતાપિતાની તબીયત લથડતા મૃતદેહ સ્વીકાર્યો હતો અને ગુરુવારે તેના ગામમાં તેની અંતિમવિધિ કરાઈ હતી અને દફનવિધિ કરાઈ હતી.

બોલીવૂડ એક્ટર રિતેશ દેશમુખે ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે, ” 19 વર્ષના એક બાળકીનું અપહરણ, ગેંગરેપ, હત્યા અને ઝાડ પર લટકાવવામાં આવી હતી. તે કયા ધર્મનો હતી તે ભૂલી જાઓ, તે કઈ જાતિની હતી તે ભૂલી જાઓ .. ફક્ત યાદ રાખો કે તે એક યુવાન છોકરી હતી, જે આખા જીવનની આશા અને આકાંક્ષાઓ સાથે આગળ હતી. દોષીઓને જાહેરમાં લટકાવી દો. #JusticeForKajal….”