મોડેલ વિલેજ@બહુચરાજીઃ તાલુકાનું શંખલપુર તમામ સુવિધાસભર ગામમાં સમાવેશ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બહુચરાજીનું શંખલપુર ગામ તાલુકાનું પ્રથમ મોડેલ વિલેજ ગામ તરીકે જાહેર થયું છે. ગ્રામ પંચાયતની લોકો સુધી સુવિધાસભર સવલતો પહોંચાડવાનું પ્રમાણપત્ર મોડેલ વિલેજથી પ્રાપ્ત થયું છે. શંખલપુર ગામમાં ઘરના આંગણા સુધી રોડ, પેવર બ્લોક, પીવાના પાણીની સુવિધા, કેમેરાથી જડબેસલાક સુરક્ષા અને સુવિધા છે. આથી બેચરાજી તાલુકાના તમામ ગામડાઓ માટે શંખલપુર પ્રેરણાત્મક
 
મોડેલ વિલેજ@બહુચરાજીઃ તાલુકાનું શંખલપુર તમામ સુવિધાસભર ગામમાં સમાવેશ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બહુચરાજીનું શંખલપુર ગામ તાલુકાનું પ્રથમ મોડેલ વિલેજ ગામ તરીકે જાહેર થયું છે. ગ્રામ પંચાયતની લોકો સુધી સુવિધાસભર સવલતો પહોંચાડવાનું પ્રમાણપત્ર મોડેલ વિલેજથી પ્રાપ્ત થયું છે. શંખલપુર ગામમાં ઘરના આંગણા સુધી રોડ, પેવર બ્લોક, પીવાના પાણીની સુવિધા, કેમેરાથી જડબેસલાક સુરક્ષા અને સુવિધા છે. આથી બેચરાજી તાલુકાના તમામ ગામડાઓ માટે શંખલપુર પ્રેરણાત્મક ગામ બની જવા પામ્યું છે.

મોડેલ વિલેજ@બહુચરાજીઃ તાલુકાનું શંખલપુર તમામ સુવિધાસભર ગામમાં સમાવેશ

મહેસાણા જીલ્લાના શંખલપુર ગામમાં દરેક આંગણા સુધી આર.સી.સી.રોડ પેવર બ્લોકથી લઈને પીવાના પાણીની સુવિધા, આધુનિક કેમેરાથી લઈ સિનિયર સિટીઝન માટે બાગ, 70 ફૂટ ઊંચું પંખીઘર, મોડેલ આંગણવાડી સહિતની સુવિધાઓના કારણે રાજ્યભરમાંથી ગ્રામ પંચાયત પદાધિકારીઓ તેમજ અભ્યાસ માટે વિધાર્થીઓ મુલાકાત લઈ રહ્યા છે.

મોડેલ વિલેજ@બહુચરાજીઃ તાલુકાનું શંખલપુર તમામ સુવિધાસભર ગામમાં સમાવેશ
advertise

છેલ્લા એક જ વર્ષમાં ગ્રામપંચાયતની સખત મહેનતના કારણે શંખલપુર ગામની કાયાપલટ થઈ ગઈ છે. જગતજનની માં બહુચરના આધ્યાસ્થાનકને લઈ ગામ અગાઉથી જ જાણીતું છે. જેમાં હવે ગ્રામપંચાયતના મહિલા સરપંચ ભીખીબેન લાલજીભાઈ પટેલ અને ગ્રામવિકાસ કમિટીના અધ્યક્ષ પરેશભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટીના કારણે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

મોડેલ વિલેજ@બહુચરાજીઃ તાલુકાનું શંખલપુર તમામ સુવિધાસભર ગામમાં સમાવેશ

સ્થાનિક કંપનીના સહયોગથી આર.સી.સી બ્લોક પાથરતા ગામ ડસ્ટ ફ્રી બન્યું છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ હરઘર નળ, હરઘર જલ યોજના અંતર્ગત દરેક ઘરને પાઇપલાઇનથી પાણી મળે છે. ગામની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરા પણ લગાવાયા છે. ગ્રામ પંચાયતનું કોર્પોરેટ લૂક ધરાવતું અદ્યતન મકાન છે. જ્યાં આવકના દાખલાથી લઈને તમામ  સેવા ઇ-ગ્રામ માધ્યમથી મળે છે.

મોડેલ વિલેજ@બહુચરાજીઃ તાલુકાનું શંખલપુર તમામ સુવિધાસભર ગામમાં સમાવેશ

રવિવારે મહેસાણા જિલ્લાના નાયબ પ્રભારી સચિવ મુગલપરા, નાયબ કલેકટર, નિયામક ગાંધીનગર ડી.સી. બારિયા સહિતનાએ મુલાકાત લીધી હતી. જેમાં ગામની ભૌતિક સુવિધાઓ અને વ્યવસ્થા જોઈ સરપંચને અભિનંદન પાઠવ્યા હતા.

મોડેલ વિલેજ@બહુચરાજીઃ તાલુકાનું શંખલપુર તમામ સુવિધાસભર ગામમાં સમાવેશ

આ સાથે મુલાકાત અર્થે આવેલા પદાધિકારીઓએ પંચાયતને રચનાત્મક કાર્યશૈલીથી આગળ વધવા કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા હતા. મહેસાણાથી સાર્વજનિક બી.એસ.ડબલ્યુ અને એમ.એસ.ડબલ્યુ કોલેજના પ્રી. કાંતીબેન ત્રિવેદીની આગેવાનીમાં પ્રથમ વર્ષના 70 જેટલા વિદ્યાર્થીઓ ગામની મુલાકાતે આવ્યા હતા. છાત્રોએ દિવસ દરમિયાન ગામના ઇતિહાસથી લઈ આધુનિક સુવિધાઓનું મુલ્યાંકન કર્યું હતું.

શંખલપુર ગામની સુવિધા

1. કોર્પોરેટ લૂક ધરાવતી બગીચા સાથેની ગ્રામ પંચાયત

2. પીવાના પાણીના બે બોર

3. ઘેર ઘેર નળથી પાણી

4. મોડેલ આંગણવાડી કેન્દ્રો

5. આખા ગામમાં પેવર બ્લોક/આર.સી.સી.રોડ

6. સીસીટીવી કેમેરા

7. સિનિયર સિટીઝન અને બાળકો માટે બગીચા

8. ધો.1 થી ધો-12 સાયન્સ સુધી શિક્ષણ

9. 70 ફૂટ ઊંચું પંખીઘર