મોઢેરાઃ બસસ્ટેન્ડ બન્યું ઢોર ડબ્બો, ઐતિહાસિક ધરોહર ગણાતા ગામની હાલત જર્જરિત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ ઐતિહાસિક ધરોહર તરીકે વિશ્વ પ્રસિદ્ધ નામના મેળવી ચુક્યું છે. ભીમદેવ સોલંકી પહેલાના શાસનમાં નિર્માણાધિન મોઢેરા સૂર્યમંદિરમાં દિન-પ્રતિદિન હજારો યાત્રાળુઓ આવતા હોય છે. મંદિરની અદભૂત કલાકૃતિથી યુનેસ્કોની અજાયબીઓમાં સામેલ ગામમાં અસુવિધાઓને લઈ મુલાકાતીઓ અને ગ્રામજનો પરેશાન બન્યા છે. ગામલોકોનું કહેવું છે કે, અહીંનુ બસસ્ટેન્ડની હાલત જોતાં જાણે બસસ્ટેન્ડ ઢોર
 
મોઢેરાઃ બસસ્ટેન્ડ બન્યું ઢોર ડબ્બો, ઐતિહાસિક ધરોહર ગણાતા ગામની હાલત જર્જરિત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ ઐતિહાસિક ધરોહર તરીકે વિશ્વ પ્રસિદ્ધ નામના મેળવી ચુક્યું છે. ભીમદેવ સોલંકી પહેલાના શાસનમાં નિર્માણાધિન મોઢેરા સૂર્યમંદિરમાં દિન-પ્રતિદિન હજારો યાત્રાળુઓ આવતા હોય છે. મંદિરની અદભૂત કલાકૃતિથી યુનેસ્કોની અજાયબીઓમાં સામેલ ગામમાં અસુવિધાઓને લઈ મુલાકાતીઓ અને ગ્રામજનો પરેશાન બન્યા છે.

મોઢેરાઃ બસસ્ટેન્ડ બન્યું ઢોર ડબ્બો, ઐતિહાસિક ધરોહર ગણાતા ગામની હાલત જર્જરિતગામલોકોનું કહેવું છે કે, અહીંનુ બસસ્ટેન્ડની હાલત જોતાં જાણે બસસ્ટેન્ડ ઢોર ડબ્બો બન્યું હોય તેમ લાગી રહ્યું છે. બસસ્ટેન્ડની આસપાસ કચરાના ઢગ, રખડતા ઢોરો અને ગંદકી જોઈ પ્રથમ દ્રષ્ટિએ આ ગામ ઐતિહાસિક ધરોહર છે તેમ ના લાગે. મોઢેરાની દુર્દશા માટે સ્થાનિક તંત્ર અને જવાબદાર નેતાઓ આંખ આડા કાન મુખ્ય કારણ બન્યું છે. આ સમસ્યા તરફ આજદિન સુધી નજર કરવામાં નથી આવી રહી જેથી પર્યટકો તેમજ ગ્રામજનોમાં નારાજગી ઉદભવી રહી છે.

મોઢેરાઃ બસસ્ટેન્ડ બન્યું ઢોર ડબ્બો, ઐતિહાસિક ધરોહર ગણાતા ગામની હાલત જર્જરિત

પંથકવાસીઓની માંગ છે કે, સ્થાનિક ધારાસભ્ય આ તરફ એક નજર કરી ત્વરીત રખડતા ઢોર અને બસસ્ટેન્ડની હાલતમાં સુધારો કરે જેથી ઐતિહાસિક ધરોહર ગણાતા મોઢેરાની બદનામી થતી અટકી જાય.