મહેસાણાના મોઢેરા સર્કલ ફ્લાય ઓવરબ્રિજ માટે સર્વે શરૂ કરાયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા હાઇવે પર મોઢેરા સર્કલ પર વધતા જતા ટ્રાફિકને લઇ ફ્લાયઓવર બ્રિજ બનાવવા તંત્ર દ્વારા પ્લાનિંગ સર્વે સાથે પ્રારંભિક કામગીરી હાથ ધરી છે. બે દિવસથી મોઢેરા ચોકડીથી રાધનપુર ચોકડીના 1200 મીટર એરિયામાં લેવલીંગ સર્વે ચાલી રહ્યો છે. રાધનપુર ચોકડી નજીક રવિવારે આણંદની એજન્સીના રાજેન્દ્રસિહ ચૌહાણ સહિત કામ કર્મચારીઓની ટીમ દ્વારા ટોટલ સ્ટેશન
 
મહેસાણાના મોઢેરા સર્કલ ફ્લાય ઓવરબ્રિજ માટે સર્વે શરૂ કરાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા હાઇવે પર મોઢેરા સર્કલ પર વધતા જતા ટ્રાફિકને લઇ ફ્લાયઓવર બ્રિજ બનાવવા તંત્ર દ્વારા પ્લાનિંગ સર્વે સાથે પ્રારંભિક કામગીરી હાથ ધરી છે. બે દિવસથી મોઢેરા ચોકડીથી રાધનપુર ચોકડીના 1200 મીટર એરિયામાં લેવલીંગ સર્વે ચાલી રહ્યો છે.

રાધનપુર ચોકડી નજીક રવિવારે આણંદની એજન્સીના રાજેન્દ્રસિહ ચૌહાણ સહિત કામ કર્મચારીઓની ટીમ દ્વારા ટોટલ સ્ટેશન મશીન તેમજ પ્રીજમ મશીન વડે રસ્તાની બંન્ને સાઇડ લેવલીગ કામગીરી કરાઇ હતી. સાઇન બોર્ડ રોડ સાઇડમાં આવતા ફેન્સીંગ, કમાઉન્ડ વગેરે આ સર્વેમાં આવરી લઇને લેવલીગ કરાઇ રહ્યુ છે. જે એક અઠવાડીયામાં આ કામગીરી પૂર્ણ થયા પછી પ્લાનિંગ મેપ બનાવ આગળ કાર્યવાહી થશે.