આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,અમદાવાદ

ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ ઓફ ડિરેક્ટર જનરલ / ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસનું આયોજન 20 ડિસેમ્બરથી નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કરવામાં આવ્યું છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 ડિસેમ્બર અને 22મી ડિસેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના પોલીસ વડાની વાર્ષિક કોન્ફરન્સ અને ભાજપના મહિલા વિંગના કાર્યકરોને સંબોધિત કરવા માટે મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે.

ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ ઓફ ડિરેક્ટર જનરલ / ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસનું આયોજન 20 ડિસેમ્બરથી નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કરવામાં આવ્યું છે.

ત્રિદિવસીય સમારોહનો પ્રારંભ 20મી ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની હાજરીમાં થશે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા એક રિલીઝ મુજબ મોદી 21 ડિસેમ્બરના રોજ મીટિંગમાં ભાગ લેશે.કેન્દ્રના ગૃહમંત્રાલયના અધિકારીએ અગાઉ કહ્યું હતું કે સરહદ પર તણાવ અને યુવાનોમાં પરિવર્તન એ આ વાર્ષિક બેઠકના મહત્વના એજન્ડામાં સામેલ છે. સાંપ્રદાયિક તણાવ, વિવાદાસ્પદ તેમજ સંવેદનશીલ સમાચારના પ્રસાર અને સોશિયલ મીડિયા દ્વારા અશ્લીલ સામગ્રીના કારણે થતા વિવાદો જેવા મુદ્દાઓની પણ ત્રિદિવસીય બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે.

ત્યારબાદ 22 ડિસેમ્બરના રોજ મોદી ગાંધીનગરના અડાલજ ગામ નજીક ત્રિમંદિરમાં પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય સંમેલનના છેલ્લા દિવસે ભાજપ વિંગ કાર્યકરોને સંબોધશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code