Narendra Modi
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક
વડાપ્રધાને ટ્વિટર પર એક વીડિયો શેર કરતા તેમણે લખ્યું છે કે આપણા બધાના પ્રિય પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય બિહારી વાજપેયીજીને તેમની જ્યંતિ પર શત-શત નતન. નરેંદ્વ મોદીએ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જ્યંતિ પર શ્રદ્વાંજલિ પાઠવતાં એક વીડિયો શેર કર્યો હતો.

અટલ સ્મૃતિ સ્થળ પર રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત ઘણા નેતાઓએ અટલજીને શ્રદ્વાંજલિ અર્પી હતી.

ataljiઆજે ભારત રત્ન તથા પૂર્વ વડાપ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ પણ છે. આ દેશ અટલજીના યોગદાનને ક્યારે ભૂલશે નહી. તેમના નેતૃત્વમાં આપણે પરમાણુ શક્તિમાં પણ દેશનું માથું ઉંચું રહ્યું છે. પાર્ટી નેતા હોય, સંસદ સભ્ય, મંત્રી હોય કે પછી વડાપ્રધાન હોય. અટલજીએ પ્રત્યેકની ભૂમિકામાં એક આદર્શવાદી નેતા બની રહ્યા. અટલજી બોલી રહ્યા છે તેનો અર્થ
કે પોતાની ભાવનાને તેમને અભિવ્યક્તિ આપી રહ્યા છે અને તેને ફક્ત લોકોને આકર્ષિત કર્યા, પ્રભાવિત કર્યા એટલું જ નહી લોકોના મનમાં વિશ્ર્વાસ પેદા થયો. અટલજીને 25 ડિસેમ્બર જન્મદિવસ-હદયાંજલિ. દિલ થી દિલ સુધી

તેમણે આગળ કહ્યું કે ‘આ વિશ્ર્વાસ શબ્દ સમૂહથી નહી, તેમની પાછળ
એક 5-6 દાયકાના જીવનની લાંબી સાધના હતી અને જ્યારે દેશહિતની
જરૂર હતી. લોકતંત્ર મોટું કે મારું સંગઠન મોટું, લોકતંત્ર કે પછી નેતૃત્વ મોટું
તેની કસોટીનો સમય આવ્યો તો આ દીર્ધદ્વષ્ટા નેતૃત્વનું સામર્થ હતું. તેણે
લોકતંત્રને પ્રાથમિકતા આપી, પક્ષને આભૂત કરી દીધો. મને વિશ્ર્વાસ છે કે
અટલજીનું જીવન આવનારી પેઢીઓને, સાર્વજનિક જીવન માટે, વ્યક્તિગત
જીવન માટે, રાષ્ટ્ર જીવન માટે, સમર્પણ માટે, વન લાફ વન મિશન કેવી રાતે
કામ કરવામાં આવે છે તેના માટે હંમેશા પ્રરણા આપતું રહેશે.

જણાવી દઇએ કે દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીની આજે (25 ડિસેમ્બર)ના રોજ 94મી જયંતિ છે. અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું નિધન લાંબી બિમારી બાદ આ વર્ષે 16 ઓગસ્ટના રોજ થયું હતું. અટલજીએ પોતાની રાજકીય કુશળતાથી ભાજપને દેશમાં ટોચના રાજકીય સ્થાન પર પહોંચાડ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code