File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

કોંગ્રેસે પાટીદાર નેતા હાર્દિક પટેલને વારાફરતી જંગી સભાઓ સંબોધવા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી આપી છે. આથી હાર્દિક લોકસભા બેઠકોમાં ભાજપ અને મોદીને આડે હાથ સભા ગજવી રહ્યો છે. જેમાં પાટણ ખાતેની સભાને સંબોધતા કમળની પૂજા અપશુકનિયાળ હોવાનો દાવો કરી મોદી સ્ટાઈલમાં પ્રચાર કર્યો હતો.

હાર્દિકે બાલીસાણા નજીક બેરોજગારી, મોંઘવારી અને નરેન્દ્ર મોદી નાટકબાજ હોવાના મુદ્દે મતદારોનું ધ્યાન દોર્યું હતું. આ સાથે મોદીજીને તેઓની જ સ્ટાઈલમાં પ્રચાર મારફત પડકાર આપવાની કોશિશ કરી હતી. જેમાં ચા વાળા હોય તો રસ્તા પરના તમામ ચા વાળાની કીટલી કાયદેસર કરી આપવા કહ્યું હતું.

આ દરમિયાન ભાજપના નિશાન કમળને લઈ મોટી વાત કરી હતી. શાસ્ત્રો મુજબ કમળની પૂજા ક્યારેય થતી નથી, આથી કમળની પૂજા કરો તો અપશુકન થાય તેવો દાવો કરતા મતદારો જાણે નવી વાતથી વિચારમાં પડી ગયા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code