સરકારી કાર્યક્રમોમાં નાણાભીડ: મહેસાણામાં અનેક કચેરીના લાખો રુપિયા બાકી

અટલ સમાચાર,મહેસાણા રાજય સરકારના વિવિધ કાર્યક્રમો અને ઉત્સવો સહિતમાં અપૂરતી ગ્રાન્ટ વચ્ચે વહીવટી તંત્ર આયોજન ગોઠવી રહયુ છે. જેમાં સારૂ કરવા જતા નાણાભીડનો સામનો કરવો પડતો હોવાનું સામે આવ્યુ છે. મહેસાણા જીલ્લામાં થયેલા અનેક કાર્યક્રમના નાણા માટે સરકારી કચેરીઓ એકબીજા ઉપર ઢોળી રહી છે. છેલ્લાં કેટલાક સમયમાં મહેસાણામાં વડાપ્રધાનની મુલાકાત, તાના-રીરી અને ગાંધીનગરમાં વાયબ્રન્ટ સહિતના
 
સરકારી કાર્યક્રમોમાં નાણાભીડ: મહેસાણામાં અનેક કચેરીના લાખો રુપિયા બાકી

અટલ સમાચાર,મહેસાણા

રાજય સરકારના વિવિધ કાર્યક્રમો અને ઉત્સવો સહિતમાં અપૂરતી ગ્રાન્ટ વચ્ચે વહીવટી તંત્ર આયોજન ગોઠવી રહયુ છે. જેમાં સારૂ કરવા જતા નાણાભીડનો સામનો કરવો પડતો હોવાનું સામે આવ્યુ છે. મહેસાણા જીલ્લામાં થયેલા અનેક કાર્યક્રમના નાણા માટે સરકારી કચેરીઓ એકબીજા ઉપર ઢોળી રહી છે.

છેલ્લાં કેટલાક સમયમાં મહેસાણામાં વડાપ્રધાનની મુલાકાત, તાના-રીરી અને ગાંધીનગરમાં વાયબ્રન્ટ સહિતના કાર્યક્રમો માટે ખર્ચ આવ્યો હતો. આ માટે જીલ્લા વહીવટી તંત્રએ યેનકેન પ્રકારે અલગ-અલગ કચેરીઓ જોડી કાર્યક્રમો સુપેરે પાર પાડી દીધા છે. જો કે, આ માટે રાજય સરકારની મર્યાદિત ગ્રાન્ટ સામે ખર્ચ વધુ થયેલો હોવાથી જરૂરીયાતમંદ કચેરીઓને જ નાણા ચુકવાયા છે. જયારે મલાઇદાર કચેરીઓને ચુકવણી ટાળવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખર્ચ જે તે અધિકારીએ જાતે પાર પાડવાનો વારો આવતા વહીવટીતંત્ર સમક્ષ ઉઘરાણી આવી રહી છે. આથી જીલ્લા તંત્રએ જે તે કચેરીનો સંપર્ક કરવાનું કહેતા જે તે કચેરીઓ પોતાના ઉપર બોજ ન હોવાનું કહી છટકી રહી છે. જેનાથી લાખો રકમના ખર્ચની વ્યવસ્થા મલાઇદાર કચેરીના સત્તાધીશોએ સ્વયં કરવાની નોબત આવી છે. હકીકતે સરકારી કાર્યક્રમોમાં એકદમ સારૂ કરવાની ઇચ્છાશકિત કે જવાબદારી સહિતના કારણો જોતા ખર્ચ વધી રહયો છે. જેનાથી મહેસાણા જીલ્લા વહીવટીતંત્ર સમક્ષ નાણાભીડનો પ્રશ્ન ઉભો થયો છે.

મહેસાણા જીલ્લાના મોઢેરા ખાતે આગામી દિવસોએ યોજાનાર ઉત્તરાર્ધ મહોત્સવમાં પણ મર્યાદિત ગ્રાન્ટ વચ્ચે જિલ્લાતંત્ર તડામાર તૈયારીમાં લાગ્યું છે. જોકે, કાર્યક્રમને અંતે અગાઉની જેમ જે-તે કચેરીઓ કે સંસ્થાઓની ઉઘરાણી આવે તો નવાઈ નહી.