Google Payથી હવે ફ્રીમાં નહીં થાય પૈસા ટ્રાન્સફર, યૂઝર્સે આપવો પડશે ચાર્જ

અટલ સમાચાર, ડેસ્ક ગુગલ પે જાન્યુઆરી 2021થી પીયર-ટૂ પીયર પેમેન્ટ સુવિધા કરવા જઈ રહ્યું છે. આના બદલે કંપની તરફથી ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પેમેન્ટ સિસ્ટમ જોડવામાં આવશે. આ પછી યૂઝર્સે મની ટ્રાન્સફર કરવા પર શુલ્ક આપવો પડશે. જોકે કંપનીએ હાલ એ જણાવ્યું નથી કે આ માટે યૂઝર્સે કેટલો ચાર્જ આપવો પડશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
Google Payથી હવે ફ્રીમાં નહીં થાય પૈસા ટ્રાન્સફર, યૂઝર્સે આપવો પડશે ચાર્જ

અટલ સમાચાર, ડેસ્ક

ગુગલ પે જાન્યુઆરી 2021થી પીયર-ટૂ પીયર પેમેન્ટ સુવિધા કરવા જઈ રહ્યું છે. આના બદલે કંપની તરફથી ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પેમેન્ટ સિસ્ટમ જોડવામાં આવશે. આ પછી યૂઝર્સે મની ટ્રાન્સફર કરવા પર શુલ્ક આપવો પડશે. જોકે કંપનીએ હાલ એ જણાવ્યું નથી કે આ માટે યૂઝર્સે કેટલો ચાર્જ આપવો પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુગલ તરફથી નોટિસ જાહેર કરીને વેબ એપને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવામાં યૂઝર્સ 2021ની શરૂઆતથી pay.google એપ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. કંપનીએ કહ્યું છે કે આ માટે યૂઝર્સે ગુગલ પે નો ઉપયોગ કરવો પડશે. સાથે ગુગલે સ્પષ્ટ કર્યું છે કે ગુગલ પે ના સપોર્ટ પેજને પણ આગામી વર્ષે જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે.

ગુગલે સપોર્ટ પેજથી જાહેરાત કરી છે કે જ્યારે તમે ડેબિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરો છો તો 1.5 ટકા કે 0.31 ડોલર (જે વધારે હોય તે) શુલ્ક લાગે છે. આવામાં ગુગલ તરફથી પણ ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પર ચાર્જ વસુલવામાં આવી શકે છે. ગુગલ તરફથી ગત સપ્તાહે ઘણા નવા ફિચર રજુ કર્યા છે. આ બધા ફિચર અમેરિકી એન્ડ્રોઇડ અને આઈઓએસ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યા છે. સાથે કંપનીએ ગુગલ પે ના લોગોમાં પણ ફેરફાર કર્યો છે.