ચોમાસુ@ઉ.ગુ. : મેઘરાજાની પધરામણી થતાં ચુંબન કરી હેત વરસાવતા ખેડૂતની તસ્વીર વાયરલ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) ઉત્તર ગુજરાતમાં વરસાદની ઈન્તેજારીનો પુરી થઈ હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે મોડી સાંજ બાદ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં એન્ટ્રીથી મેઘરાજાએ ઠંડાગાર કરી દીધા છે. ત્યારે એક ખેડૂતે વરસાદી પાણીને ચુંબન કરી વ્હાલ વરસાવ્યાની તસ્વીર સોશ્યલ મિડીયામાં વાયરલ થઈ રહી છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના વાવ તાલુકામાં રવિવારની
 
ચોમાસુ@ઉ.ગુ. : મેઘરાજાની પધરામણી થતાં ચુંબન કરી હેત વરસાવતા ખેડૂતની તસ્વીર વાયરલ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

ઉત્તર ગુજરાતમાં વરસાદની ઈન્તેજારીનો પુરી થઈ હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે મોડી સાંજ બાદ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં એન્ટ્રીથી મેઘરાજાએ ઠંડાગાર કરી દીધા છે. ત્યારે એક ખેડૂતે વરસાદી પાણીને ચુંબન કરી વ્હાલ વરસાવ્યાની તસ્વીર સોશ્યલ મિડીયામાં વાયરલ થઈ રહી છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના વાવ તાલુકામાં રવિવારની એક જ રાત્રિએ 9 ઈંચ વરસાદ પડતાં જનજીવન આનંદીત બની ગયું છે.

ચોમાસુ@ઉ.ગુ. : મેઘરાજાની પધરામણી થતાં ચુંબન કરી હેત વરસાવતા ખેડૂતની તસ્વીર વાયરલ

ઉત્તર ગુજરાતમાં મેઘમહેરથી જમીન માતા અને મેઘરાજાને ચુંબન કરી પોતાનું હેત વરસાવી રહેલ એક ખેડૂતની તસ્વીર સોશ્યલ મિડીયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. વાયરલ તસ્વીરમાં ખેડૂતનો જમીન અને વરસાદ સાથે રહેલો ઘનિષ્ઠ સંબંધના દર્શન થઈ રહ્યા છે. સૌથી વધુ વરસાદની ઈન્તેજારી કરતો ખેડૂત ચોમાસાના આગમન પહેલાથી જ આકાશમાં મીટ માંડી વરસાદની આશા સેવતો હોય છે.

ચોમાસુ@ઉ.ગુ. : મેઘરાજાની પધરામણી થતાં ચુંબન કરી હેત વરસાવતા ખેડૂતની તસ્વીર વાયરલ

જ્યારે લાંબી ઈન્તેજારી કરાવ્યા બાદ મેઘરાજાએ દર્શન દેતા જગતનો તાત ભાવવિભોર બની પુરા મન અને હ્યદયથી ચુંબન કરી પ્રણામ કર્યા હતા. ‘બસ એક તું જ સહારો’, ‘તુ જ ઈશ્વર અમે બાળ તારા’ એમ કહી રહ્યો હોય તેમ ખેડૂતની લાગણી વ્યક્ત થઈ રહી છે.

સમગ્ર જનજીવન જૂનની શરૂઆતથી જ આકાશ તરફ મીટ માંડી બેઠો હતો. બે વર્ષ સુધી વરસાદના રિસામણાને મનાવવા ઉત્તર ગુજરાતવાસીઓ હોમ-હોવન કરી કુદરતને મનામણાં કર્યા બાદ રવિવારે વરસાદી માહોલ જામતાં સમસ્ત જનજીવન ઉલ્લાસમાં આવી ગયો છે. અષાઢ મહિનાના અંતે મેઘરાજા શ્રાવણમાં મનમુકી વરસવાના એંધાણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.