કચ્છમાં ભરશિયાળે ચોમાસું : ગાંધીધામ-અંજાર-ભુજમાં કમોસમી માવઠું

અટલ સમાચાર,ભુજ કચ્છમાં ભરશિયાળે સોમવારે બપોરે અચાનક વરસાદી માહોલ સર્જાયો હતો. શિયાળાની હાડ થિજવતી ઠંડી વચ્ચે અંજાર, ગાંધીધામ અને ભુજ તાલુકાના વિવિધ ગામોમાં માવઠું વરસ્યુ છે. કમોસમી વરસાદને પગલે પંથકમાં જાણે ઠંડીનો ડબલ ડોઝ રહીશો અનુભવી રહયા છે. કમોસમી વરસાદ ઉભા પાકો માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. શિયાળાના મધ્યકાળ વચ્ચે કચ્છ જીલ્લામાં વરસાદી ઝાપટાથી
 
કચ્છમાં ભરશિયાળે ચોમાસું : ગાંધીધામ-અંજાર-ભુજમાં કમોસમી માવઠું

અટલ સમાચાર,ભુજ

કચ્છમાં ભરશિયાળે સોમવારે બપોરે અચાનક વરસાદી માહોલ સર્જાયો હતો. શિયાળાની હાડ થિજવતી ઠંડી વચ્ચે અંજાર, ગાંધીધામ અને ભુજ તાલુકાના વિવિધ ગામોમાં માવઠું વરસ્યુ છે. કમોસમી વરસાદને પગલે પંથકમાં જાણે ઠંડીનો ડબલ ડોઝ રહીશો અનુભવી રહયા છે. કમોસમી વરસાદ ઉભા પાકો માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

શિયાળાના મધ્યકાળ વચ્ચે કચ્છ જીલ્લામાં વરસાદી ઝાપટાથી ઠંડુગાર બની ગયુ છે. ગાંધીધામમાં પંદરેક મીનીટ હળવો વરસાદ વરસ્યો હતો તો અંજાર અને આસપાસના ખેડોઇ સહિતના ગામોમાં જોરદાર ઝાપટું પડયુ છે. ભુજ તાલુકાના કોટડા,ચકાર અને કેરા ગામ સહિતના પંથકમાં કમોસમી વરસાદ પડયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મિરમાં સર્જાયેલા સરકયુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. કચ્છમાં સોમવારે છુટોછવાયો હળવો વરસાદ વરસવાની સંભાવના અગાઉથી જ જણાતી હતી. હવામાન વિભાગના મતે ર૪ કલાક બાદ વાતાવરણ સ્વચ્છ થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દૂર થયા બાદ ઉત્તર ભારતમાં નવેસરથી હિમવર્ષા થવાની અને તેના પગલે કચ્છ સહિતના જીલ્લાઓમાં ફરી ઠંડીનું જોર વધવાની શકયતા છે.