ચોમાસું@ઉ.ગુ: બપોર સુધી બફારો, સાંજે વરસાદ બાદ ભૂકંપ આવતાં ચકચાર

અટલ સમાચાર, કિરણબેન ઠાકોર ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોઇ રવિવારે બપોર સુધી આકરો બફારો રહ્યો હતો. જોકે કાળા ડિંબાગ વાદળો વચ્ચે મોડી સાંજે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને સતલાસણા, પાલનપુર, પાટણ, સરસ્વતી, મહેસાણા અને વિસનગર તાલુકામાં સરેરાશ એકથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગણતરીની મિનિટોમાં વરસાદે ધબડાટી બોલાવ્યા બાદ હળવો
 
ચોમાસું@ઉ.ગુ: બપોર સુધી બફારો, સાંજે વરસાદ બાદ ભૂકંપ આવતાં ચકચાર

અટલ સમાચાર, કિરણબેન ઠાકોર

ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોઇ રવિવારે બપોર સુધી આકરો બફારો રહ્યો હતો. જોકે કાળા ડિંબાગ વાદળો વચ્ચે મોડી સાંજે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને સતલાસણા, પાલનપુર, પાટણ, સરસ્વતી, મહેસાણા અને વિસનગર તાલુકામાં સરેરાશ એકથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગણતરીની મિનિટોમાં વરસાદે ધબડાટી બોલાવ્યા બાદ હળવો આંચકો પણ આવી ગયો હતો. હવામાન અને ભૂગર્ભ પરિસ્થિતિ અચાનક બદલાઇ ગઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતમાં રવિવારની મોડી સાંજે આશા વચ્ચે ચિંતાજનક સાબિત થઇ છે. આકરી ગરમી અને ભયંકર બાફ અનુભવ્યા બાદ સાંજે 6:30 દરમ્યાન મેઘ મહેર શરૂ થઈ હતી. જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં 44 મિમિ પડ્યો હતો. આજે સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા એટલે કે 12 કલાક દરમ્યાન ચાર જિલ્લાના 22 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આ પછી ભૂકંપનો હળવો આંચકો આવી જતાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વરસાદની સ્થિતિ ચોમાસાની શરૂઆતથી જ સારી રહી છે. હાલની સ્થિતિએ પણ સિઝનનો 100%થી વધુ વરસાદ હોઈ ખેતી માટે સંતોષકારક રહ્યો છે. જોકે કોરોના મહામારી, તીડ આક્રમક, હવામાનમાં ફેરફાર અને હવે ભૂકંપના આંચકાથી ચકચાર મચી છે. અનેક મુશ્કેલી વચ્ચે રવિ સિઝનની શરૂઆત થઈ છે.

વરસાદના આંકડા (મિમિ)

મહેસાણા જિલ્લો

વડનગર 5
વિસનગર-23
વિજાપુર-7
ઉંઝા-2
સતલાસણા-44
કડી-5
ખેરાલુ-10
જોટાણા-17
બેચરાજી-19
મહેસાણા-25

બનાસકાંઠા જિલ્લો

અમીરગઢ-00
કાંકરેજ-6
ડીસા-00
થરાદ-0
દાંતા-12
સુઇગામ 0
દાંતીવાડા-0
દિયોદર-0
ધાનેરા-0
પાલનપુર-26
ભાભર-0
લાખણી-00
વડગામ-17
વાવ-0

સાબરકાંઠા જિલ્લો

હિંમતનગર-2
ઇડર-7
વડાલી-0
ખેડબ્રમ્હા-0
પોશીના-0
વિજયનગર-0
તલોદ-0
પ્રાતિજ-0

પાટણ જિલ્લો

ચાણસ્મા-3
પાટણ-23
રાધનપુર-0
શંખેશ્વર-14
સમી-00
સરસ્વતી-22
સાંતલપુર-0
સિધ્ધપુર-4
હારીજ-14