Gautam Gediya Facebook
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મોરબી

સરદાર સરોવર ખાતે 182 મીટર ઉંચી પ્રતિમા બનાવી સરદારના વિરાટ વ્યક્તિત્વને સાચી ભાવાંજલિ આપવાનું કામ PM મોદીએ કર્યુ છે : ગૌતમ ગેડીયા

 

તારીખ 21 ના રોજ મોરબીના સરદાર વલ્લભભાઈ પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અનાવરણ વિધિ ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ના ચેરમેન ગૌતમભાઈ ગેડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ. આ પ્રસંગે મોરબી જિલ્લા કલેકટર અને સંકુલના અગ્રણી વલમજીભાઈ તેમજ મોટી સંખ્યામાં શિક્ષણવિદો અને વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરતી બહેનો પણ ઉપસ્થિત રહી હતી.

 

ગૌતમભાઈ ગેડીયાએ જણાવેલ કે અખંડ ભારતના નિર્માતા એવા સરદાર સાહેબને સરદાર સરોવર ખાતે 182 મીટર ઉંચી પ્રતિમા બનાવી સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વ ને સાચી ભાવાંજલિ આપવાનું કામ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાત સરકારે સમયસર પ્રતિમાનુ કામ પૂર્ણ કરી રાષ્ટ્રને સમર્પિત કરી છે. શૈક્ષણિક સંકુલમાં મુકાયેલી આ સરદારની પ્રતિમા અખંડ ભારત માટે દેશભક્તિની પ્રેરણા આપે એ જ આજના દિવસનો શુભ સંકલ્પ હોઈ શકે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code