આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

બ્રાઝિલના દક્ષિણ પૂર્વ સ્થિત મેનસ જેરાઇસ રાજ્યના બ્રુમાડિનો શહેરની નજીક લોખંડની ખાણ પાસે એક ડૅમ તૂટતા 300 લોકો લાપતા બન્યા છે અને અત્યાર સુધી સાત લોકોનાં મોત થયાં છે. અધિકારીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં અત્યારસુધી ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં છે અને 300 લોકો લાપતા છે.
ગવર્નર રોમેઉ ઝેમાએ કહ્યું કે લોકોને જીવતા શોધી કાઢવાની આશાઓ ખૂબ ઓછી છે. બચાવ ટૂકડીએ હૅલિકોપ્ટરની મદદથી માટી ને પાણીમાં ફસાયેલા અનેક લોકોને બચાવ્યા હોવાનો પણ અહેવાલ છે. અધિકારીઓએ કહ્યું કે જે વખતે ડૅમ તૂટ્યો એ વખતે અનેક મજૂરો વેલ કંપનીની કૅન્ટિનમાં બપોરનું ભોજન લઈ રહ્યાં હતાં.

બ્રુમાડિનો ડૅમ તૂટતા મેનસ જેરાઈસ રાજ્યના અનેક વિસ્તારોમાં કાટમાળ ભરાઈ ગયો છે અને અનેક ગામો પણ તેની ઝપટમાં આવી ગયાં છે. અધિકારીઓનું કહેવું છે કે રાહત અને બચાવ કામગીરી માટે ટીમો મોકલવામાં આવી છે બંધની આસપાસના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક સમય મુજબ બપોરે જમવાના સમયે ફીજાયો લોખધાતુ ખાણની નજીક બંધનું એક બેરિયર તૂટી ગયું હતું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code