આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

લોકસભા ચૂંટણીના દિવસો જેમ નજીક આવતાં જાય છે તેમ ઉત્તર ગુજરાતમાં રાજકીય સળવળાટ વધી રહ્યો છે. હારીજ તાલુકામાં જીઆઇડીસી અને રેલ્વેના મુદ્દા અધૂરા રહેતા નારાજગી સામે આવી છે. આગેવાનો બેઠકો કરી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પ્રચાર કરતા હડકંપ મચી ગયો છે.

 

પાટણ જિલ્લાના હારિજ શહેર અને તાલુકામાં ચુંટણીમાં મતદાનનાં વિરુદ્ધમાં સભાઓ શરૂ થતાં વહીવટીતંત્રને ઉપાધિ આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પંથકમાં રેલવે લાઈન બંધ છે. આ સાથે જીઆઈડીસી ઉભી કરવાની માંગ હજુ પણ પડતર છે. આવી સ્થિતિમાં સ્થાનિકો ભાજપ અને કોંગ્રેસથી નારાજ થઈ છેવટે ચુંટણી બહિષ્કારના નિર્ણય ઉપર આવ્યા છે.

આ તરફ ભાજપ અને કોંગ્રેસ સિવાય જિલ્લા ચૂંટણી તંત્ર માટે પણ મતદાન જાગૃતિ સામે અડચણ ઉભી થઇ છે. મતદાનના વિરોધમાં અલગ અલગ સમાજ સાથે બેઠકોને પગલે રાજકીય દોડધામ વધી ગઈ છે.

21 Oct 2020, 9:51 AM (GMT)

COVID-19 Global Stats

41,094,667 Total Cases
1,130,550 Death Cases
30,656,153 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code