આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સરકાર ઘ્વારા કરવામાં આવેલી નોટબંધી બાદ બજારમાં પહેલાથી છપાયેલી નાના મૂલ્યની નોટો અને સિક્કાઓની મદદથી ભલે સ્થિતિ કાબૂમાં રાખવામાં મદદ મળી હોય,પરંતુ સિક્કા હવે બેંકો માટે મોટી મુશ્કેલી બની ગયા છે. સ્થિતિ એવી છે કે, નાના શહેરો અને ગામડાંઓના કરન્સી ચેસ્ટમાં પણ 80-90 લાખ રૂપિયાના સિક્કા જમા થઈ ગયા છે. જેને કારણે કરન્સી ચેસ્ટમાં જગ્યાની તંગી ઊભી થઈ રહી છે.
હવે લોકો ચલણમાં એક રૂપિયાનો સિક્કો લેવાનુ ટાળી રહ્યા છે, જેને કારણે લોકો તે સિક્કા બેંકમાં જમા કરાવીને તેનાંથી છૂટકારો મેળવી રહ્યા છે. જેને કારણે બેંકમાં સિક્કાઓનો ભરાવો થઈ ગયો છે. આ અંગે RBIને વાત કરતા તેમણે તે સિક્કા અન્ય જગ્યાએ ખસેડવાનુ આશ્વાસન આપ્યુ છે.
મોટાભાગની બેંકોમાં હાલ કર્મચારીઓની અછત છે, તેવામાં કોઈ ગ્રાહક સિક્કા જમા કરાવવા આવી જાય તો તેમાં ઘણો સમય નીકળી જાય છે. કારણ કે, એક-એક સિક્કો હાથથી ગણવો પડે છે. જેને કારણે બેંકના કર્મચારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code