આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કુલદીપ જાડેજા

મારી માતા નાની દુકાન ચલાવતી હતી. અમારી જીંદગી તેમની નાની આવકમાંથી ગુજારવી પડતી. કારણ કે મારી માતાને એક આંખ નથી, જે મને પસંદ એટલા માટે નહતુ, કારણ કે જ્યારે પણ તે મારી સ્કૂલમાં આવતી ત્યારે મારા મિત્રો મને એક આંખ ધરાવતી માંના નામે તિરસ્કારપૂર્વક ચિડવતા રહેતા હતા.

mothers day
તમામ પ્રતિકાત્મક તસ્વીર

આથી મારી ઇચ્છા હતી કે મારી માતા મારી અંગત જિંદગીથી દૂર જતી રહે. તેથી એક દિવસ મેં કહ્યું, તમારી બીજી આંખ ન હોવાને કારણે, જ્યારે તમે મારા મિત્રોની સામે આવો છો, ત્યારે તેઓ મને ચિડવે છે. તો તુ મરી કેમ નથી જતી? ” તે સમયે મને પણ આમ કેતા થોડુ ખરાબ લાગી આવ્યુ પરંતુ બીજી તરફ ખુશ હતો કારણ કે હું જે દરરોજ કહેવા માંગતો હતો તે આજે કહી જ દીધું. આ બધું સાંભળી મારી માતાએ મને કંઈ કહ્યું નહી. અને મને એમ પણ નથી લાગતું કે મેં તેને કંઇ દુઃખ લાગે તેમ કહ્યું હોય !

mothers day1

હું આ કપરી ગરીબી અને મારી માતાથી દૂર જવા માંગતો હતો. તે બાદથી હું ખૂબ સારી રીતે અભ્યાસ કરતો હતો. મેં મારી માતાને છોડી દીધી અને વાંચવા માટે બીજા શહેરમાં ગયો અને મને યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. તેના થોડા વર્ષો પછી મેં લગ્ન કર્યા. મારું પોતાનું ઘર ખરીદ્યું. પછી મારા બાળકો પણ હતા. હવે હું ખુશીથી સફળ વ્યક્તિની જેમ જીવતો હતો. મને આ જીવન ખૂબ જ ગમ્યું.

mothers day2

દિવસે દિવસે માતા વિના મારી ખુશી વધતી હતી. આમ ઘણા વર્ષો ખુશીથી પસાર કર્યા પછી એક દિવસ મારી જૂની શાળા મારા ઘરે આવી જેઓએ ચીફ ગેસ્ટ તરિકે મને બોલાવ્યો. મારી જૂની શાળામાં ગયા પછી, હું મારા જૂના ઘરે ગયો. ત્યાં જઈ મને ખબર પડી કે મારી માતા ખુબ જ બીમાર પડી ગઈ છે. તેને લકવો થાઈ ગયો હતો અને બોલી શકતી ન હતી. આ બધું જોયા પછી પણ મારી આંખોમાં આંસુ ન હતા. આમ કહુ તો મને કોઈપણ પ્રકારનો અફસોસ ન હતો. પરંતુ તેના હાથમાં એક કાગળનો ટુકડો હતો. કદાચ તે પત્ર મારા માટે હતો.

પત્રમાં મારી અણમોલ માતાએ લખ્યું હતું :

મારા દિકરા મને લાગે છે કે હુ તને જેટલો મહાન બનાવવા માંગતી હતી તેવી જ ઉચાઈ તે પ્રાપ્ત કરી છે. જેનો મને ખુબ આનદ છે. પરંતુ હું એક વખત તને મળવા માંગુ છુ. બેટા હું કેટલી અભાગણી છું કે મારી એક આંખે મારા પુત્રને મારાથી દૂર કરી દીધો.

mothers day3
કાલ્પનિક સ્ટોરી

પરંતુ તને કહેવા માગું છું કે જ્યારે તુ નાનો હતો તે સમયે તારી સ્કૂલમાં પ્રવાસ થયો હતો. બેટા મારી આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં મેં તને હોંશે હોંશે તેમા મોકલ્યો હતો. તમને યાદ આવશે કે જ્યારે તે સમયે તને અકસ્માત નડયો હતો. જેની ગંભીર ચોટના નિશાન આજેપણ તારા શરીર પર છે. અને તે જ સમયે તારી એક આંખ પણ ગુમાવી હતી. બેટા હું તારી માં છું, મેં તને મારી આંખ આપી. કારણ કે હું મારા પુત્રને કોઈ આખ ના હોવાથી ચિડવે નહી. તે વિશ્વ જોઈ શકે.

આ બધું વાંચ્યા પછી, મેં વિચાર્યું કે હું તે વ્યક્તિને નફરત કરું છું જેણે મારી આખી જીંદગી જીવી હતી. આ પત્ર વાંચી હું ખુબ રડતો હતો, હવે મને મારી સૌથી મોટી ભૂલની અનુભૂતિ થઈ.

બોધ :

ક્યારેય માતાપિતા પર અફસોસ ના કરશો તે જેવા પણ છે, તે તમારૂ જીવન વધારવા માટે કરેલી મજબૂરી છે એ યાદ રાખો. તેમને ક્યારેય ભૂલી ના જાવ. તેમણે જ તો તમને આ જીવન આપ્યું છે. તેઓ પોતના પુત્ર-પુત્રીને રાજા-રાણી જેમ સુખ આપવા પોતાની ગણીબધી ઈછઓનું બલિદાન આપે છે. તેઓ આપણા દરેક સ્વપ્નને પરિપૂર્ણ કરવા માંગે છે. તેઓ હંમેશા આપણને સાચા માર્ગ બતાવીને પ્રેરણા આપે છે. માતાપિતા બાળકોની બધી ભૂલોને માફ કરે છે. આપણે હંમેશાં તેમનો આદર કરવો જોઈએ અને તેમને પ્રેમ આપવો જોઈએ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code