આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, માઉન્ટ આબુ

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. આ તરફ માઉન્ટ આબુ 16 ગામ રાજપૂત સમાજ દ્રારા મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ. 2 લાખનું દાન આપ્યુ છે. સમાજના પ્રમુખ દેવીસિંહ દેવાલે જણાવ્યુ હતુ કે, 16 ગામ રાજપૂત સમાજ હંમેશા આવા કામો માટે તૈયાર છે. આ પ્રસંગે સમાજના પ્રમુખ દેવીસિંહ, બાબુસિંહ પરમાર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના માઉન્ટ આબુમાં 16 ગામ રાજપૂત સમાજ દ્રારા મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ. 2 લાખનું દાન આપવામાં આવ્યુ છે. પ્રમુખ દેવીસિંહ દેવાલે માઉન્ટ આબુ સબડિવિઝન અધિકારી રવિન્દ્રકુમાર ગોસ્વામી, મહેસૂલ નિરીક્ષક કુંજ બિહારી ઝાની હાજરીમાં 16 ગામ રાજપૂત સમાજ વતી દેશ અને દુનિયામાં રાજ્યોના કોરોનાવાયરસને કારણે રાજસ્થાનના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂ.2,00,000ની રકમનો ચેક અર્પણ કર્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code