માઉન્ટ આબુ: હોટલ-ગેસ્ટહાઉસના વીજળી-પાણી બીલ માફ કરવા CMને રજૂઆત

અટલ સમાચાર, માઉન્ટઆબુ (અનિલ એરણ) કોરોના વાયરસે લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે સમગ્ર દેશમાં લોકો પોતાના ઘરોમાં બંધ છે. આ તરફ માઉન્ટ આબુમાં પણ તમામ હોટલો-રેસ્ટોરન્ટ-ગેસ્ટહાઉસ બંધ છે. પ્રવાસીઓ માટે સદતંર બંધ કરાયેલા માઉન્ટઆબુના હોટલ એસોસિએશને રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે માઉન્ટ આબુની ફોટો પેન, ગેસ્ટહાઉસ, હોટલ અને રેસ્ટોરન્ટોના વીજળી અને પાણીના બિલ માફ
 
માઉન્ટ આબુ: હોટલ-ગેસ્ટહાઉસના વીજળી-પાણી બીલ માફ કરવા CMને રજૂઆત

અટલ સમાચાર, માઉન્ટઆબુ (અનિલ એરણ)

કોરોના વાયરસે લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે સમગ્ર દેશમાં લોકો પોતાના ઘરોમાં બંધ છે. આ તરફ માઉન્ટ આબુમાં પણ તમામ હોટલો-રેસ્ટોરન્ટ-ગેસ્ટહાઉસ બંધ છે. પ્રવાસીઓ માટે સદતંર બંધ કરાયેલા માઉન્ટઆબુના હોટલ એસોસિએશને રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે માઉન્ટ આબુની ફોટો પેન, ગેસ્ટહાઉસ, હોટલ અને રેસ્ટોરન્ટોના વીજળી અને પાણીના બિલ માફ કરવાની માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

માઉન્ટ આબુ: હોટલ-ગેસ્ટહાઉસના વીજળી-પાણી બીલ માફ કરવા CMને રજૂઆત

રાજસ્થાનના માઉન્ટ આબુના હોટલ એસોસિએશન દ્રારા મુખ્યમંત્રીને પત્ર લખી વીજળી-પાણી બિલ માફ કરવાની માંગ કરવામાં આવી છે. ગત ર૦ માર્ચથી તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને પેઇંગ ગેસ્ટહાઉસ પણ બંધ છે. આ તરફ એક મહિનાથી પણ વધુ સમય વિત્યા બાદ કોઇ પ્રવાસી આવતા ન હોવાથી આબુ સુમસામ ભાસી રહ્યુ છે.

માઉન્ટ આબુ: હોટલ-ગેસ્ટહાઉસના વીજળી-પાણી બીલ માફ કરવા CMને રજૂઆત

આવી સ્થિતિમાં બધી હોટલ અને પેઇંગ ગેસ્ટહાઉસ, રેસ્ટોરાં ક્યારે શરૂ થશે ? કારણ કે માઉન્ટ આબુમાંની આર્થિક વ્યવસ્થાએ હોટલ રેસ્ટોરન્ટ છે. લોકો 3 મે સુધી ડાઉન છે અને માઉન્ટ આબુમાં લોકડાઉન ખુલ્યા પછી પણ પ્રવાસીઓ પ્રવેશ આગામી સમયમાં આપવામાં આવશે ? તે કંઇ કહી શકાય તેમ નથી, જૂન પછી આ વર્ષે માઉન્ટ આબુમાં વરસાદ પણ આવતો હોવાથી આબુની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, માઉન્ટ આબુની તમામ હોટલો, પેઇંગ ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ્સ જે હાલમાં કાર્યરત નથી, તેને વીજળી અને પાણીના બીલથી મુક્ત રાખવા માંગ કરવામાં આવી છે.