શોક@ગુજરાત: હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી શ્રીહરિધામ પામ્યા, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી શ્રીહરિધામ પામ્યા છે. તેમના નિધનથી તેમના લાખો હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. આજે સોખડા નિજ મંદિર ખાતે મહારાજ સ્વામીના નશ્વર દેહને સવારે 11 કલાકે લાવવામાં આવશે. તેમના નિધનથી હરિ ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. હાલ મંદિર પરિસરમાં તેમના અંતિમ દર્શન માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. આજે
 
શોક@ગુજરાત: હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી શ્રીહરિધામ પામ્યા, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી શ્રીહરિધામ પામ્યા છે. તેમના નિધનથી તેમના લાખો હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. આજે સોખડા નિજ મંદિર ખાતે મહારાજ સ્વામીના નશ્વર દેહને સવારે 11 કલાકે લાવવામાં આવશે. તેમના નિધનથી હરિ ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. હાલ મંદિર પરિસરમાં તેમના અંતિમ દર્શન માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે.

શોક@ગુજરાત: હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી શ્રીહરિધામ પામ્યા, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આજે સવારે 11 વાગ્યે હરિપ્રસાદ સ્વામીજીનો પાર્થિવ દેહ સોખડા મંદિર લઈ જવાશે. મંગળવાર 27 જુલાઈ એટલે કે આજથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે દેશ-વિદેશથી હજારો ભક્તો દર્શન માટે આવશે. પ્રદેશ વાઈઝ દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દર્શન કરવા આવનારા તમામ મુક્તોને સરકારના નિયમ પ્રમાણે માસ્ક ફરજિયાત કરાયુ છે. જેમણે માસ્ક નહિ પહેર્યો હોય તેમને દર્શન કરવાની પરમિશન નહિ અપાય. સાથે જ મંદિર તરફથી કહેવાયુ કે, દર્શન કરવા માટે આવનાર મુક્તોને નમ્ર પ્રાર્થના કે ગુરૂહરિ સ્વામીના દર્શન કર્યા બાદ સ્વંયસેવકોની સૂચના પ્રમાણે સત્વરે ગંતવ્યવસ્થાને પધારવાનું રહેશે.