આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

છેલ્લા કેટલાક સમયથી પ્રેમલગ્નનું પ્રમાણ વધી ગયુ હોઇ સામાજીક રીતે અનેક પરિવારોમાં ગુંચવણો અને મુંઝવણો ઉભી થયેલી છે. આથી પ્રેમલગ્ન મામલે કડક નિયમો કરવા સાથે છોકરીની ઉંમર 18થી વધારી 21 વર્ષ કરવા જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. કડીમાં નારી એકતા ગ્રુપ દ્રારા લવમેરેજ મામલે બંધારણમાં રહીને સુધારા-વધારા કરાવવા જંગી સભા યોજી વહીવટી તંત્રને આવેદનપત્ર આપવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે. સૌપ્રથમવાર લવમેરેજ મામલે મહિલાઓ અવાજ બુલંદ કરવા જઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના કડી ખાતે આગામી સોમવારે સ્થાનિક મહિલાઓ દ્રારા લવમેરેજ સામે જોગવાઇઓ કરાવવા વિશાળ સભા અને રેલી યોજાવાની છે. જેને લઇ નારી એકતા સંગઠન દ્રારા રાત્રિ સભાઓ કરી રેલીમાં મોટી સંખ્યામાં અવાજ બુલંદ કરાવવા દોડધામ થઇ રહી છે. છોકરીઓને 18 વર્ષથી પસંદગી મુજબ લગ્ન કરવાની છુટ છે. જેમાં માનસિક રીતે પરિપક્વ ન હોવાથી અને આવેગમાં લગ્ન થતા હોઇ અગાઉના અનેક કીસ્સાઓની જેમ પાછળથી અનેક મુસિબતો આવે છે. આવી સ્થિતિમાં છોકરીઓને લગ્નની ઉંમર 21 વર્ષ કરાવવા સૌપ્રથમવાર જનસભા ગોઠવાઇ છે.

કડીની જાગૃત મહિલાઓ દ્રારા લવમેરેજ બાબતે કેટલાક કડક નિયમો દાખલ કરાવવા વહીવટી તંત્ર મારફત સરકારને જણાવવાની તૈયારી છે. આ માટે આગામી સોમવારે બપોરે 12:30 વાગ્યે મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચી જશે. 27નું મેદાન, જય વિનાયક ફ્લેટની સામે, સુજાતપુરા રોડ, નાનીકડી ખાતે વિશાળ સભા યોજાશે. આ પછી રામજી મંદીર- ભાગ્યોદય હોસ્પિટલ- પીર બોરડીથી મામલતદાર કચેરીએ જઇ લવમેરેજ સામે સુધારો લાવવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.

આ બાબતે સુધારો કરાવવા મહિલાઓ મક્કમ

  • લવ મેરેજ બાબતે નોંધણી ફી એક લાખ રૂપિયા કરવી.
  • લવ મેરેજ માટે 2ની જગ્યાએ 4 સાક્ષી રાખવા.
  • લવ મેરેજમાં છોકરીને ભવિષ્યમાં દુ:ખ પડે તો જે સાક્ષી હોય તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીની છૂટ.
  • લવ મેરેજમાં છોકરાની ઉંમર 21 વર્ષ છે તો છોકરીની પણ 21 વર્ષ કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code