તપાસ@ઉ.ગુઃ સાંસદે રિવોલ્વરના લાયસન્સમાં કલેક્ટરને ખખડાવ્યા, મોટીવાત બની

અટલ સમાચાર,મહેસાણા (ગીરીશ જોષી) ઉત્તર ગુજરાતના એક જિલ્લામાં વહિવટી અને સત્તાધીન નેતાને લગતી એક મોટી વાત સામે આવી છે. જેમાં રિવોલ્વરના લાયસન્સ ચોક્કસ જાતિના ઇસમોને મળવા સામે હિન્દુ ધર્મના અનેક અરજદારોના રિવોલ્વરના લાયસન્સ ઘણા લાંબા સમયથી મળી શક્યા નથી. જેની બુમરાડ જિલ્લા ભાજપ પ્રમુખથી માંડી છેક સાંસદ સુધી પહોંચી હતી. આથી સાંસદે તાત્કાલીક અસરથી કલેક્ટરને
 
તપાસ@ઉ.ગુઃ સાંસદે રિવોલ્વરના લાયસન્સમાં કલેક્ટરને ખખડાવ્યા, મોટીવાત બની

અટલ સમાચાર,મહેસાણા (ગીરીશ જોષી)

ઉત્તર ગુજરાતના એક જિલ્લામાં વહિવટી અને સત્તાધીન નેતાને લગતી એક મોટી વાત સામે આવી છે. જેમાં રિવોલ્વરના લાયસન્સ ચોક્કસ જાતિના ઇસમોને મળવા સામે હિન્દુ ધર્મના અનેક અરજદારોના રિવોલ્વરના લાયસન્સ ઘણા લાંબા સમયથી મળી શક્યા નથી. જેની બુમરાડ જિલ્લા ભાજપ પ્રમુખથી માંડી છેક સાંસદ સુધી પહોંચી હતી. આથી સાંસદે તાત્કાલીક અસરથી કલેક્ટરને ફોન પર જ તતડાવી દીધા હતા. ઘટનાને પગલે જિલ્લા ભાજપ પ્રમુખને પુછતા મામલો રાજ્ય સરકાર સુધી ગયો હોવાનું જણાવતા ચોંકાવનારી સ્થીતી બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિવોલ્વરના લાયસન્સને લઇ જિલ્લા કલેક્ટર સમક્ષ આવતી અરજીઓની અમલવારીમાં મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતના એક જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ છેલ્લા ઘણા સમયથી હથિયારના લાયસન્સની અરજીઓ આવી રહી છે. જેમાં હિન્દુધર્મના અનેક અરજદારોની અરજી યેનકેન પ્રકારે મંજુર નહી કરાયાની રાવ ઉઠી હતી. આ તરફ જિલ્લાના જ કેટલાક ચોક્કસ સમુદાયના ઇસમોની અરજીઓ મંજુર થતા રિવોલ્વરનું લાયસન્સ મળી ગયુ હતું. આ બાબતે ભેદભાવ થતો હોવાની ફરિયાદ જિલ્લા ભાજપ ટીમ સુધી પહોચતા પ્રાથમિક તપાસ કરી હતી. જેના અંતે ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ સાથી આગેવાન સાથે સત્તાધીન સાંસદ સમક્ષ પહોચ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભાજપ પ્રમુખ અને આગેવાન પાસેથી વાત જાણી તાત્કાલીક સાંસદે કલેક્ટરને ફોન કર્યો હતો. જેમાં ચોક્કસ વર્ગના અરજદારોને લાયસન્સ આપવા સામે હિન્દુ ધર્મના અનેક અરજદારોને કેમ લાયસન્સ નથી મળતા તેને લઇ ખખડાવ્યા હતા. યોગ્યતા મુજબના અરજદારોની અરજી ઝડપથી મંજુર થાય અને રિવોલ્વર જેવું હથિયાર અયોગ્ય અરજદારને ન મળી જાય તેની તકેદારી રાખવા ખાસ ટકોર કરી હતી. સમગ્ર ઘટનાક્રમને લઇ જિલ્લા ભાજપ પ્રમુખને પુછતા જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી જે થઇ ગયુ તે ઠીક છે. પરંતુ હવે મામલો રાજ્ય સરકાર સુધી પહોચી ગયો હોઇ આગામી દિવસોએ ઘણો સુધારો આવી જવાની આશા વ્યક્ત કરી હતી.